દિલ્હીમાં યોજાશે 2 દિવસની બેઠક, ટેક્સ સંબંધિત કેસો પૂર્ણ કરવા કરાશે વિચારણા

દેશભરમાં ટેક્સ સંબંધિત પેંડિગ કેસને નીપટાવવા ટેક્સ ટ્રિબ્યુનલ મોટું પગલું લેવા જઇ રહ્યું છે. ટેક્સ સંબંધિત બાકી રહેલા કેસ કેવી રીતે ઝડપી પુરા કરવા તેને લઇને મંથન કરવામાં આવશે. આ માટે સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ, સીબીડીટીના સભ્ય, રાજ્યોના હાઇકોર્ટના પ્રતિનિધિઓ મંથન કરશે. શુક્રવારથી શરૂ જવા જઇ રહેલી 2 દિવસની મુલાકાતમાં ટેક્સના મામલા કેવી રીતે જલ્દીથી પુરા કરી શકાય તે અંગે ચર્ચા થશે. એટલું જ નહીં, આ બેઠકમાં કેન્દ્રિય કાયદામંત્રી રવિશંકરપ્રસાદ પણ ઉપસ્થિત રહેશે. દેશભરમાં ટેક્સ ટ્રિબ્યુનલમાં કુલ 89 હજાર કરતાં વધારે કેસ પેન્ડિંગ છે. ત્યારે બાકી રહેલા કેસ જલ્દીથી પુરા કરવા માટે વિચાર વિમર્શ થશે.

Trending news