ધોનીએ કર્યો ટીમનો બચાવ, બોલ્યો 20 વિકેટ મળી જાય છે જીત અમારાથી વધુ દૂર નહીં
ધોનીએ કહ્યું, તમે ભારતમાં રમો કે વિદેશમાં જો તમે 20 વિકેટ નહીં ઝડપો તો ટેસ્ટ મેચ ન જીતી શકો.
- 0-2થી દક્ષિણ આફ્રિકામાં હારી ગઈ છે ટીમ ઈન્ડિયા
- હાર બાદ દિગ્ગજ ખેલાડીઓએ કરી ટીમની આલોચના
- ધોની ટેસ્ટમાંથી થઈ ગયો છે નિવૃત, વનડેમાં રમે છે
Trending Photos
ચેન્નઈઃ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દક્ષિણ આફ્રિકામાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનનો બચાવ કરતા કહ્યું કે ટીમના ઘણા પાસા સકારાત્મક છે. જેમાં બોલરોનું શાનદાર પ્રદર્શન મુખ્ય છે. વિરાટ કોહલીના નેતૃ્ત્વમાં વિશ્વમાં રેકિંગમાં પ્રથમ સ્થાને રહેલી ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં 0-2થી પાછળ છે. શ્રેણીની ત્રીજી ટેસ્ટ જોહનિસબર્ગમાં રમાશે.
ટેસ્ટમાંથી નિવૃતી લીધા બાદ વનડેમાં રમનાર આ દિગ્ગજે કહ્યું, હું કહીશ કે સમારાત્મક બાજુ પણ જુઓ, ટેસ્ટ મેચમાં જીતવા માટે તમારે 20 વિકેટ લેવાની હોય છે અને ટીમે 20 વિકેટ લીધી છે. જો તમે 20 વિકેટ ન લઈ શકો તો તમે ટેસ્ટ મેચ ડ્રો કરવાનું વિચારો છો. ટેસ્ટ મેચ ડ્રો કરવા માટે તમારે વધારે રન બનાવવા પડશે અને વિપક્ષી ટીમને રન બનાવતા રોકવી પડશે.
ધોનીએ કહ્યું કે તથ્ય તે છે કે ભારતીય બોલરો મેચમાં 20 વિકેટ લઈ રહ્યાં છે જે દેખાડે છે કે અમે જીતથી દૂર નથી. તેમણે કહ્યું કે, તમે ભારતમાં રમો કે વિદેશમાં જો તમે 20 વિકેટ ન ઝડપી શકો તો ટેસ્ટ મેચ ન જીતી શકો. સકારાત્મક બાબત છે કે 20 વિકેટ મળી રહી છે. તેનો અર્થ છે કે તમે મેચ જીતવાની સ્થિતિમાં રહેશો બસ એકવાર રન બનાવવાનું શરૂ કરી દો.
જાણો ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશની ત્રિકોણીય શ્રેણીનો કાર્યક્રમ, ક્યારે કોની સાથે રમશે ટીમ ઈન્ડિયા
ધોની વનડે ટીમમાં છે. 1 ફેબ્રુઆરીથી દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે વનડે શ્રેણી શરૂ થશે. આ પ્રવાસમાં ભારતીય ટીમ 6 વનડે મેચ રમશે. તે સિવાય ટીમ ત્રણ ટી-20 મેચ રમશે. આ સમયે વિકેટકિપરની જવાબદારી ધોની પર હશે. ઘણા દિગ્ગજો ટીમની આલોચના કરીને ધોની ટીમમાં પરત ફરે તે માંગ કરી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે