ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા આનંદીબહેન પટેલની નિમણુંક મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે કરવામાં આવી છે. 

 ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યપ્રધાન તરીકે રાજ્યની ધુરા સંભાળનાર અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા આનંદીબહેન પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણુંક કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિને મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબહેનની નિમણુંક કરવાની ભલામણ કરવામાં આવી હતી જેને રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી છે. 

ઉલ્લેખનીય છે કે આનંદીબહેન પટેલ ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યપ્રધાન હતા. ત્યારબાદ 2016માં તેઓએ આ પદ્દેથી રાજીનામું આપ્યું હતું. જોકે આનંદીબહેનના રાજ્યપાલ બનાવવામાં આવશે આવા સમાચાર ઘણી વખત વહેતા થયા હતા પરંતુ આનંદીબહેન ખુદ આ વાતનો ઈન્કાર કરતા આવ્યાં છે.  

આનંદીબહેનને રાજ્યપાલ બનાવતા બેન હવે ગુજરાતના રાજકારણમાંથી દૂર થઈ ગયા છે. આમ જોતા બેનના કાર્યકરોમાં નિરાશા સાંપડે તો નવાઈ નહીં. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ બેન અને અમિત શાહ વચ્ચે બધુ યોગ્ય ન હોય તેવા સમાચારો આવ્યા હતા, બેને શાહને પત્ર લખીને ચૂંટણી ન લડવાની જાહેરાત પણ કરી હતી. આમ જોઈએ તો આ પહેલા પણ ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને એક સમયે મુખ્યપ્રધાનના દાવેદાર વજુભાઈ વાળાને પણ 2014માં કેન્દ્રમાં મોદી સરકાર બનતા કર્ણાટકના રાજ્યપાલ બનાવીને રાજ્યના રાજકારણમાંથી દૂર કર્યાં હતા. આજે ભાજપના વધુ એક દિગ્ગજ નેતા ગુજરાતના રાજકારણમાંથી દૂર થઈ ગયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news