બોર્ડની પરીક્ષામાં એક ભૂલ તમારા પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધિત, આ છે જરૂરી ગાઈડલાઈન્સ

CBSE સહિત ઘણા બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. એવામાં વિદ્યાર્થીઓ આ વાતોને ધ્યાનમાં રાખે કે બોર્ડની પરીક્ષામાં કઈ ચીજોને લઈ જવાની પરમિશન છે. વાંચો બોર્ડે શું આપ્યા છે દિશાનિર્દેશ?

બોર્ડની પરીક્ષામાં એક ભૂલ તમારા પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધિત, આ છે જરૂરી ગાઈડલાઈન્સ

CBSE 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 2025ની તારીખો જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષાઓ 15 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને 4 એપ્રિલ 2025 સુધી ચાલશે. ધોરણ 10ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી 18મી માર્ચ સુધી અને ધોરણ 12માની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી 4 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. જેમ જેમ પરીક્ષાઓ નજીક આવી રહી છે, તેમ વિદ્યાર્થીઓએ એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેઓએ પરીક્ષા કેન્દ્ર પર કયા નિયમોનું પાલન કરવું જોઈએ. ડ્રેસ કોડ શું હશે અને કઈ વસ્તુઓને પરીક્ષા કેન્દ્રમાં લઈ જવા પર પ્રતિબંધ છે.

વિદ્યાર્થીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની પાસે તમામ જરૂરી દસ્તાવેજો, પરીક્ષાનો સમય અને પરીક્ષા દરમિયાન અનુસરવાના નિયમો યોગ્ય રીતે તૈયાર છે. જો તમે અગાઉથી તૈયારી કરશો તો પરીક્ષાના દિવસે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં અને તમે સારી રીતે પરીક્ષા આપી શકશો. આવો તમને જણાવીએ કે વિદ્યાર્થીઓએ પેપર આપવા જતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

જો આ હરકતો કરી તો બે વર્ષ આપી શકશો નહીં પેપર
જો કોઈ વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન અથવા અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જેમ કે સ્માર્ટવોચ અથવા બ્લૂટૂથ ડિવાઈસનો ઉપયોગ કરતો જોવા મળશે, તો તેને તે જ વર્ષની અને પછીના વર્ષની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત જો કોઈ વિદ્યાર્થી અફવા ફેલાવશે અથવા પરીક્ષાના સુચારુ સંચાલનમાં અવરોધ ઉભો કરશે તો તેની સામે પણ શિક્ષા કરવામાં આવશે.

શું લાવવું અને શું ન લાવવું
પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓની તપાસની સાથે તેમના સામાનની પણ તપાસ કરવામાં આવશે. ચાલો જાણીએ કે પરીક્ષા કેન્દ્રમાં કઈ વસ્તુઓ લાવવી જોઈએ અને કઈ નહીં?

તમે આ વસ્તુઓ તમારી સાથે લાવી શકશો
-એડમિટ કાર્ડ: વિદ્યાર્થીઓએ તેમનું એડમિટ કાર્ડ અને સ્કૂલ આઈડી કાર્ડ લાવવાનું રહેશે.
-પાણીની બોટલઃ તમારે માત્ર પારદર્શક પાણીની બોટલ લાવવાની રહેશે જેથી તમે પરીક્ષા દરમિયાન હાઇડ્રેટેડ રહી શકો.
-સ્ટેશનરીઃ પેન, પેન્સિલ, રબર, જ્યોમેટ્રી બોક્સ અને રાઈટિંગ પેડ જેવી સ્ટેશનરી એક પારદર્શક પાઉચમાં લાવવાની રહેશે.

આ વસ્તુઓ પરીક્ષા કેન્દ્રમાં લાવવા પર પ્રતિબંધ
-ઈલેક્ટ્રોનિક ડિવાઈસ: મોબાઈલ ફોન, સ્માર્ટ ઘડિયાળ, બ્લૂટૂથ ઉપકરણો, ઈયરફોન, માઈક્રોફોન વગેરે લાવવાની સંપૂર્ણ પ્રતિબંધ છે.
-ટેક્સ્ટ મટીરિયલ: પરીક્ષામાં કોઈપણ લેખિત અથવા મુદ્રિત સામગ્રી લાવવાની મનાઈ છે.
-કેલ્ક્યુલેટર અને અન્ય ગેજેટ્સ: પરીક્ષામાં કેલ્ક્યુલેટર અથવા પેનડ્રાઈવ જેવા કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લાવવાની મનાઈ છે.
-અન્ય વસ્તુઓ: ઘડિયાળો ફક્ત એનાલોગ હોવી જોઈએ, સ્માર્ટ ઘડિયાળોને મંજૂરી નથી. વૉલેટ, સનગ્લાસ, હેન્ડબેગ, પાઉચ વગેરે પણ ન લાવવું જોઈએ. 

વધુમાં તબીબી પરવાનગી ધરાવતા વિદ્યાર્થીઓ સિવાય, ખાવા-પીવા પર પણ પ્રતિબંધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news