શું રદ્દ થશે સ્ટાફ નર્સની પરીક્ષા? સામે આવ્યા મોટા સમાચાર
રવિવારે લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સેવવામાં આવી રહી છે. આ વચ્ચે જીટીયુ દ્વારા સમગ્ર રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપી દેવામાં આવ્યો છે. હવે પરીક્ષા અંગે નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવશે.
Trending Photos
ગાંધીનગરઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 9 ફેબ્રુઆરીએ સ્ટાફ નર્સની 1900થી વધુ જગ્યા ભરવા માટે પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ 10 ફેબ્રુઆરીએ પરીક્ષા બાદ જાહેર કરવામાં આવેલી આન્સર કી સામે સવાલો ઉઠી રહ્યાં છે. આન્સર કી જાહેર થયા બાદ પરીક્ષામાં કૌભાંડ થવાના સવાલો ઉઠી રહ્યાં છે. કારણ કે જે આન્સર કી જાહેર કરવામાં આવી તેમાં પેપર 2માં જવાબો ABCD સિક્વન્સ પ્રમાણે જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.
આરોગ્ય વિભાગને રિપોર્ટ સોંપાયો
નર્સિંગ પરીક્ષા વિવાદમાં જીટીયુ દ્વારા આરોપ્ટ વિભાગને રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં આન્સર કી સંદર્ભે માહિતી આપવામાં આવી છે. આન્સર કીમાં ABCD સિક્વન્સ ફોલો કરનારા ઉમેદવારોની વિગતો પણ સોંપવામાં આવી છે. પેપર સ્ટાઇલ દ્વારા તૈયાર કરવામાં આવેલી પેપર સ્ટાઇલની વિગતો પણ સોંપવામાં આવી છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા આ પરીક્ષા માન્ય રાખવી કે રદ્દ કરવી તેનો નિર્ણય લેવામાં આવશે.
શું છે વિવાદ?
રાજ્યમાં રવિવારે લેવાયેલી આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે. કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સ્ટાફ નર્સની પરીક્ષા સામે સવાલ ઉઠાવ્યા છે. તો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ પણ સવાલ ઉઠાવ્યા છે. ઓજસ વેબસાઈટ પર મૂકાયેલી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીમાં જે જવાબો દર્શાવવામાં આવ્યા છે તે મુજબ દરેક સિરીઝના પેપરના જવાબો એક સમાન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સવાલ એ છે કે આખરે કેવી રીતે. 50 હજારથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી.
કેમ ઉઠ્યા સવાલ
ગૌણ સેવા દ્વારા સ્ટાફનર્સની લેવાયેલી પરીક્ષામાં કુલ બે પેપર હતા. એક પેપર ગુજરાતીનું અને બીજું સંબંધિત ભરતીનું હતું. આ બંને પેપર એમસીક્યુ આધારિત હતા. બીજા પેપરમાં સવાલો ઉભા થયા છે. બીજા પેપરમાં કુલ ચાર સિરીઝ હતી. આન્સર કી જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે સિરીઝ A માં જવાબની શરૂઆત A, B, C અને D થી થાય છે. જ્યારે બાકીના એટલે કે સિરીઝ બી, સી અને ડીમાં જવાબની શરૂઆત CDAB પ્રમાણે થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે