દેહ વેપાર જ નહીં! બાંગ્લાદેશી મહિલા-સગીરાઓને અમદાવાદમાં લાવી શું કરાવવામાં આવે છે કામ? ચોંકાનારા ખુલાસા

ગુજરાત સરકારે 50 ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અટકાયત કરી છે. જેમાંથી 15 ઇમિગ્રન્ટ્સ અને એક બાળકને સફળતાપૂર્વક બાંગ્લાદેશમાં ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આજે ગુજરાત સરકારે રાજ્યમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કર્યા છે. આ અંગેની માહિતી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપી છે. 

દેહ વેપાર જ નહીં! બાંગ્લાદેશી મહિલા-સગીરાઓને અમદાવાદમાં લાવી શું કરાવવામાં આવે છે કામ? ચોંકાનારા ખુલાસા

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા અમદાવાદ માં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસવાટ ને લઇ ને ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાગરૂપે ગઈ જુલાઈ 2024માં ગેરકાયદેસર વસતા 50 બાંગ્લાદેશીને પકડવામાં આવ્યા હતા. જેની તપાસ માં અનેક ચૂકવનાર ખુલાસા સામે આવ્યા હતા. આ તમામ બાંગ્લાદેશીઓ અમદાવાદના ચંડોળા તળાવ ખાતે બનાવટી દસ્તાવેજ બનાવી રહેતા હતા.  

આ તમામ લોકોને મોલમાં કામની લાલચ આપીને અમદાવાદ લાવીને મહિલા અને સગીરાઓને દેહવેપારમાં ધકેલવામાં આવતી હતી. જે 50 બાંગ્લાદેશ નાગરિકો પકડયા હતા, મોટા ભાગના બાંગ્લાદેશી ભંગાર અને ફૂડ વ્યવસાયમાં સંકળાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધવા માટેથી ક્રાઈમ બ્રાન્ચે ડિજિટલ મેપિંગનો સહારો લઈને જાણવા મળ્યું કે 1980 બાદ ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી નાગરિકોએ વસવાટ શરૂ કર્યો હતો. 

અમદાવાદ ક્રાઇમ બ્રાન્બાંચ ને પુરાવા મળતા અને આ પુરાવા બાંગ્લાદેશ સરકાર ને આપતા પ્રથમ વાર સ્વીકાર્યું હતું કે પોતાના નાગરિકો છે. ત્યારે ડિપોટની કાર્યવાહી કરતા બાંગ્લાદેશ સરકારે તેમના નાગરિકોને સ્વીકાર્ય છે. હાલ પોલીસે 15 બાંગ્લાદેશ નાગરિક અને 1 સગીરને ડિપોર્ટ કરાયા છે અને બાકીના 35 બાંગલાદેશી નાગરિક માર્ચ સુધી ડિપોર્ટ કરાશે. 

12 જાન્યુઆરીના રોજ પ્રક્રિયા શરૂ થઈ અને 1 ફેબ્રુઆરી ના રોજ ડિપોર્ટ કરાયા પકડાયેલ 50 બાંગ્લાદેશીઓ તપાસ માં કોઈ દેશ વિરોધી પ્રવૃતિ ના કર્યા નું સામે આવ્યું છે ત્યારે આ બાંગ્લાદેશીઓ જે કાંપની મારફતે પૈસા મોકલવાતા હતા તેની પણ તપાસ શરૂ કરવા માં આવી છે. ત્યારે આ બાંગ્લાદેશી નાગરિકની મિલકત ધ્યાને આવશે તો જપ્ત કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news