જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ? NCAના રિપોર્ટથી ખળભળાટ

Jasprit Bumrah : 12મી ફેબ્રુઆરીની સવાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર સાથે શરૂ થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહના ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થવાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા. પરંતુ જ્યારે નેશનલ ક્રિકેટ એકેડમીનો રિપોર્ટ આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. એવી માહિતી સામે આવી છે કે બુમરાહ ફિટ હોવા છતાં, ટીમમાંથી બહાર છે.
 

જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ? NCAના રિપોર્ટથી ખળભળાટ

Jasprit Bumrah : 12મી ફેબ્રુઆરીની સવાર ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર સાથે શરૂ થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રિત બુમરાહના ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થવાના સમાચાર સાંભળીને ચાહકો ચોંકી ગયા હતા. પરંતુ જ્યારે નેશનલ ક્રિકેટ એકેડમી(NCA)નો રિપોર્ટ આવ્યો ત્યારે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો હતો. એવી માહિતી સામે આવી છે કે બુમરાહ ફિટ હોવા છતાં, ટીમમાંથી બહાર છે. ત્યારે આ લેખમાં જાણીશું કે બુમરાહ ફિટ હોવા છતાં કેમ ટીમમાંથી બહાર છે. 

NCA કે જ્યાં ઈજાગ્રસ્ત ખેલાડીઓ ફિઝિયોની દેખરેખ હેઠળ રિહેબ કરે છે. એક મીડિયા અહેવાલ મુજબ NCA દ્વારા બુમરાહને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, જો કે, મેચ ફિટનેસ સંપૂર્ણપણે એક અલગ માપદંડ છે. રિપોર્ટ અનુસાર, બુમરાહે હજુ સુધી સ્પર્ધાત્મક માહોલમાં ફુલ સ્પીડથી બોલિંગ નથી કરી, જેના કારણે તેને ટૂર્નામેન્ટમાં રમાડવો કોઈ જોખમથી ઓછું ન હતું.

જસપ્રિત બુમરાહને ટીમમાંથી કોણે કર્યો બહાર ?

BCCIના એક સુત્રએ પીટીઆઈને આપેલ માહિતી અનુસાર, બુમરાહનો સ્કેન રિપોર્ટ ક્લિયર હતો અને તેણે પોતાનું રિહેબિલિટેશન પૂરું કરી લીધું હતું. જો કે, એનસીએએ અંતિમ નિર્ણય પસંદગીકારો પર છોડી દીધો કારણ કે તેનું મેચની સ્થિતિમાં હજુ સુધી પરીક્ષણ કરવામાં આવ્યું ન હતું. અજીત અગરકરની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેને પડતો મુકવાનો નિર્ણય કર્યો હતો.

બુમરાહની જગ્યાએ કોણ ?

11 ફેબ્રુઆરીની રાત્રે BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફેરફારની અપડેટ આપી હતી. જસપ્રીત બુમરાહને ઈજાગ્રસ્ત ગણાવતા બીસીસીઆઈએ તેના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો છે. આ સિવાય યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પણ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો પરંતુ તેની જગ્યાએ વરુણ ચક્રવર્તીને તક મળી હતી. શિવમ દુબે પણ ચેમ્પિયન્સ ટ્રોફી માટે દુબઈ નહીં જાય.

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news