Astro Tips: મહિલાઓએ નાળિયેર શા માટે ન ફોડવું ? સાચું કારણ જાણી દંગ રહી જશો
Astro Tips: દરેક શુભ કે ધાર્મિક કાર્યમાં શ્રીફળનો ઉપયોગ થાય છે. કોઈપણ શુભ કાર્ય શરુ કરવાનું હોય તો પણ ભગવાન સામે નાળિયેર ફોડવામાં આવે છે. પરંતુ આ નાળિયેર મહિલાઓ ફોડતી નથી. તેની પાછળ એક કારણ છે.
Trending Photos
Astro Tips: નાળિયેરની શ્રીફળ કોણ કહેવાય છે. નાળિયેર સૌથી પવિત્ર ફળ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં નાળિયેરનું મહત્વ છે. ધાર્મિક કાર્ય હોય કે માંગલિક કાર્ય નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર કોઈ પણ પૂજા કે હવન હોય ત્યારે પણ નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. શુભ કાર્યની શરૂઆત પહેલા અથવા તો મંદિરમાં દર્શન કરતી વખતે પણ નાળિયેર ફોડવામાં આવે છે.
કોઈપણ કાર્યોમાં નાળિયેરનો ઉપયોગ થાય તો તેને ફક્ત પુરુષો જ તોડે છે. ક્યારેય મહિલાઓ નાળિયેર ફોડતી નથી. હિન્દુ ધર્મમાં આ પ્રથા વર્ષોથી પ્રચલિત છે. મોટાભાગે પુરુષોને જ નાળિયેર ફોડતા જોવામાં આવે છે. તેવામાં ઘણા લોકોના મનમાં પ્રશ્ન પણ હોય છે કે મહિલાઓ નાળિયેર શા માટે નથી ફોડતી? શું મહિલાઓ માટે નાળિયેર ફોડવું અશુભ છે ? ચાલો તમને આ માન્યતા પાછળનું કારણ જણાવીએ.
નાળિયેરને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે સનાતન ધર્મ અનુસાર કોઈ વ્યક્તિ પૂજા પાઠ કરે તો ભગવાનને આ પવિત્ર ફળ અર્પણ કરે છે તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે. શાસ્ત્રો અનુસાર નાળિયેરને બીજ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ મહિલા નાળિયેર ફોડે છે તો તેના ગર્ભાશય પર નકારાત્મક અસર પડે છે.
શાસ્ત્રોમાં પણ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૃથ્વી પર પહેલી વખત ભગવાન વિષ્ણુએ દેવી લક્ષ્મી સાથે ફળ તરીકે નાળિયેર મોકલ્યું હતું. શાસ્ત્રો અનુસાર નાળિયેર ફોડવું બીજ ફોડવા સમાન છે. નાળિયેર પર ફક્ત દેવી લક્ષ્મીનો અધિકાર છે તેથી મહિલાઓ નાળિયેર ફોડે તે સારું નથી ગણાતું.
મહિલા બાળકને જન્મ આપે છે. બાળક મહિલાના ગર્ભમાં બીજ તરીકે જ ઉત્પન્ન થાય છે. તેથી મહિલાઓ ક્યારેય નાળિયેર તોડતી નથી. એવું માનવામાં આવે છે કે મહિલા નાળિયેર ફોડે તો તેના બાળકને સમસ્યા થઈ શકે છે. મહિલા બાળકને જન્મ આપે છે અને તેનાથી જ સંચારચક્ર ચાલે છે. તેથી મહિલાઓ નાળિયેર ફોડતી નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે