Sugar vs Jaggery: ખાંડ કે ગોળ ? ડાયાબિટીસમાં ગળ્યુ ખાવાની ઈચ્છા થાય તો શું ખાવું સારું ?

Sugar vs Jaggery: જેને ડાયાબિટીસ હોય તેમને ગળ્યું ખાવાની ઈચ્છા થતી જ રહે છે. શુગર ક્રેવિંગને શાંત કરવા માટે ખાંડ અને ગોળમાંથી સારો વિકલ્પ કયો છે આજે તમને જણાવીએ. 

Sugar vs Jaggery: ખાંડ કે ગોળ ? ડાયાબિટીસમાં ગળ્યુ ખાવાની ઈચ્છા થાય તો શું ખાવું સારું ?

Sugar vs Jaggery: મોટાભાગે ઘરમાં બનતી મીઠાઈમાં ખાંડનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. પરંતુ ગોળને સ્વાસ્થ્ય માટે વધારે સારો માનવામાં આવે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમને પણ વારંવાર મીઠી વસ્તુ ખાવાની ઈચ્છા થતી હોય છે. ડાયાબિટીસમાં શુગર ક્રેવીંગ થતી હોય તો તેને શાંત કરવા માટે ખાંડ ખાવી કે પછી ગોળ ખાવો સારો ? આવો પ્રશ્ન તમને પણ થતો હોય તો આજે તેનો જવાબ તમને જણાવી દઈએ.

ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી બને છે પરંતુ ગોળ પ્રાકૃતિક રીતે બને છે. ખાંડની સરખામણીમાં ગોળ બનાવવામાં ઓછી પ્રોસેસ કરવામાં આવી હોય છે. તેથી એવું માનવામાં આવે છે કે ડાયાબિટીસમાં પણ ગોળ ખાઈ શકાય છે. ખાંડ અને ગોળના પોષક તત્વોમાં પણ જમીન આસમાનનો અંતર હોય છે. 

ખાંડ અને ગોળ બંને એક જ વસ્તુમાંથી બને છે પરંતુ તેને બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. ખાંડ બનાવવા માટે બ્લીચિંગ અને વિવિધ કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ગોળ સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી બને છે. જોકે માર્કેટમાં કેટલાક પ્રકારના ગોળ મળે છે જેમાં કેમિકલનો ઉપયોગ થયો હોય છે તેથી હંમેશા ગોળને ચકાસીને લેવો. 

ખાંડ કરતાં ગોળ સારો શા માટે ? 

ખાંડમાં જીઆઈ લેવલ હાઈ હોય છે. જેના કારણે હાઈ બ્લડ સુગર, સ્થૂળતા જેવી સમસ્યા થઈ શકે છે. જ્યારે ગોળમાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને સેલેનિયમ જેવા પોષક તત્વો હોય છે. ગોળ એનિમિયા માટે પણ ફાયદાકારક છે. શરીરમાં ગોળ ધીરે ધીરે પચે છે તેના કારણે બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જ્યારે ખાંડ જલ્દી અવશોષિત થઈ જાય છે અને બ્લડ સુગરનું લેવલ વધારી દે છે. 

જોકે તેનો મતલબ એવો પણ નથી કે ડાયાબિટીસના દર્દીઓ વધારે માત્રામાં ગોળ ખાઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખાંડ જેટલો જ હાનિકારક ગોળ પણ હોય છે. પરંતુ જો સુગર ક્રેવીંગ થતી હોય તો તેને શાંત કરવા માટે થોડો ગોળ ખાઈ શકાય છે તે ખાંડ કરતાં ઓછું નુકસાન કરે છે. જો કે સારું તો એ જ રહે છે કે કોઈપણ મીઠી વસ્તુ ખાવાનું ડાયાબિટીસમાં ટાળવામાં આવે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news