Corona: આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ, DGCAનો નિર્ણય

DGCA દ્વારા જારી સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે- આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ વધારવાના નિર્ણયનો પ્રભાવ કાર્ગો વિમાનો પર પડશે નહીં. 
 

Corona: આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ,  DGCAનો નિર્ણય

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરના ખતરાને જોતા અને ડેલ્ટા વેરિએન્ટના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (DGCA) એ મોટો નિર્ણય લેતા દેશથી આંતરરાષ્ટ્રીય યાત્રી ઉડાનો આવવા અને જવા પર લાગૂ પ્રતિબંધને 31 જુલાઈ સુધી લંબાવી દીધો છે. આ પહેલા કોરોના સંક્રમણની બીજી લહેરને કારણે ડીજીસીએએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ 30 જૂન સુધી વધાર્યો હતો. પરંતુ કોમ્પીટેન્ટ ઓથોરિટી દ્વારા કેસ-દર-કેસના આધાર પર માત્ર સિલેક્ટેડ રૂટ્સ પર આંતરરાષ્ટ્રીય શેડ્યૂલ ઉડાનોના સંચાલનની મંજૂરી આપી શકાય છે. 

DGCA એ જારી કર્યો સર્કુલર
DGCA દ્વારા જારી સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે- આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ વધારવાના નિર્ણયનો પ્રભાવ કાર્ગો વિમાનો પર પડશે નહીં. તો આ પ્રતિબંધમાં તે ઉડાનોને પણ છૂટ આપવામાં આવી છે જેને ખાસ કરીને DGCA એ મંજૂરી આપી છે.

— ANI (@ANI) June 30, 2021

23 માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય ઉડાનોને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી
મહત્વનું છે કે ભારતમાં 23 માર્ચ 2020થી કોરોના મહામારીના ઘાતક પરિણામને કારણે આંતરરાષ્ટ્રીય ઉડાનોને સ્થગિત કરી દેવામાં આવી હતી. પરંતુ મે 2020થી વંદે ભારત અભિયાન અને જુલાઈ 2020થી કેટલાક સિલેક્ટેડ દેશો વચ્ચે દ્વિપક્ષીય “એર બબલ” વ્યવસ્થા અંતર્ગત ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. 

ભારતનો 27 દેશોની સાથે એર બબલ કરાર છે
મહત્વનું છે કે ભારતનું અમેરિકા, દુબઈ, ફ્રાન્સ, કેન્યા સહિત 27 દેશોની સાથે એર બબલ સમજુતી થઈ છે. બે દેશો વચ્ચે આ એગ્રીમેન્ટ હેઠળ વિશેષ આંતરરાષ્ટ્રીય વિમાન પોતાના ક્ષેત્રો વચ્ચે ઉડાન ભરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news