મહાકુંભના ગણતરીના કલાકોમાં બન્યો રેકોર્ડ! સંગમમાં અમૃત સ્નાન બાદ આ 2 કામ ભૂલ્યા વગર કરજો
આસ્થાના પવિત્ર સંગમ અને ભવ્ય એવા કુંભમેળાની આજે શરૂઆત થઈ ગઈ છે. બ્રહ્મમુહૂર્તથી ઘાટ પર ડુબકી લગાવવાની પણ ચાલુ થઈ છે. પરંતુ એ તે પહેલા એક અનોખો રેકોર્ડ બન્યો. આ ઉપરાંત સંગમ સ્નાન કરીને બે કામ ખાસ કરવા જોઈએ તે પણ જાણો.
Trending Photos
આજે પૌષી પૂર્ણિમા પર સ્નાન સાથે ભવ્ય દિવ્ય મહાકુંભની શરૂઆત થઈ ગઈ છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરી રહ્યા છે. પોષ પૂર્ણિમા પર્વ પર એક કરોડથી વધુ લોકો સ્નાન કરે તેવો અંદાજ છે. બ્રહ્મમુહૂર્તથી જ શ્રદ્ધાળુઓએ ત્રિવેણીની પાવન જળધારામાં આસ્થાની ડુબકી લગાવવાની શરૂ કરી દીધી. આખો દિવસ સંગમ તટના વિવિઘ ઘાટો પર સ્નાન ચાલશે.
ઘાટો પર સુરક્ષા વ્યવસ્થા
ઘાટો પર સુરક્ષાી રીતે જળ પોલીસ અને એનડીઆરએફની તૈનાતી કરાઈ છે. સ્નાન ઘાટો પર ગંગા અને યમુનાના જળધારામાં ડીપ વોટર બેરિકેટિંગ પણ કરાઈ છે. ગંગા અને યમુનાના તટ પર કુલ 12 કિલોમીટરમાં સ્નાન ઘાટ બનાવવામાં આવ્યા છે. આજે પોષ પૂર્ણિમા સ્નાન પર્વથી જ મહાકુંભમાં પવિત્ર કલ્પવાસની શરૂઆત પણ થશે. કાલે એટલે કે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના પર્વ પર તમામ 13 અખાડાઓના સંત સ્નાન કરશે.
લાખો લોકોની આસ્થાની ડુબકી
અત્રે જણાવવાનું કે મહાકુંભના પહેલા સ્નાન પર્વ પોષ પૂર્ણિમાથી એક દિવસ પહેલા જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ સંગમ સ્નાન કરીને પુણ્ય લાભ મેળવ્યો. રવિવારે લગભગ 0 લાખ શ્રદ્ધાળુઓએ સંગમ ત્રિવેણીમાં આસ્થાની ડુબકી લગાવી. મોટી સંખ્યામાં સાધુ સંતોની સાથે જ પુરુષો, મહિલાઓ, વૃદ્ધો અને બાળકોએ સંગમમાં ડુબકી લગાવી. આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો સંગમમાં સ્નાન કરે તેવો અંદાજ છે.
સંગમમાં ડુબકી લગાવ્યા બાદ કરો આ કામ
મહાકુંભમાં ડુબકી લગાવ્યા બાદ બે ખુબ જ શુભ કામ કરવા જોઈએ. મહાકુંભમાં ડુબકી લગાવ્યા બાદ તમારે કોઈને કોઈ પ્રાચીન મંદિરમાં દર્શન જરૂર કરવા જોઈએ. તમે સૂતા હનુમાનજી, નાગવાસુકી કે પછી કોઈ પણ ધાર્મિક અને પ્રાચીન મંદિરમાં દર્શન કરી શકો છો. આ મંદિરોમાં દર્શન કરવાની સાથે સાથે ત્યાંનો પ્રસાદ પણ લેવો જોઈએ. એવું માનવામાં આવે છે કે કુંભમાં ડુબકી લગાવ્યા બાદ મંદિરોના દર્શન કરવાથી જ તમારી યાત્રા પૂરી થાય છે. મહાકુંભમાં ડુબકી અને ત્યારબાદ મંદિરના દર્શન કરીને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મળશે.
બીજું કામ આ કરો
સનાતન ધર્મમાં દાનનું ખુબ મહત્વ છે. કુંભમાં ડુબકી લગાવ્યા બાદ તમારે દાન પણ કરવું જોઈએ. જો તમે જરૂરિયાતવાળાને અન્નદાન કરશો તો તે પણ પુણ્ય ફળ આપનારું છે. મહાકુંભ સ્નાન બાદ દાન કરવાથી તમને માનસિક શાંતિ મળશે અને સાથે પિતૃઓ પણ ખુશ થાય છે. ધર્મસ્થળ પર કરાયેલું દાન તમને પાપોમાંથી મુક્ત કરી શકે છે અને તમારા જીવનને તેનાથી યોગ્ય દિશા મળી શકે છે. દાન કરવાથી કુંડળીના અનેક ગ્રહદોષ પણ દૂર થાય તેવી માન્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે