Board Examમાં 100માંથી 100 માર્ક્સ લાવવાની આ છે અદ્ભૂત ટ્રિક, શિક્ષક નહીં કાપી શકે એકપણ નંબર!
Board Exam Viral Copy: પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવાની પણ એક કળા હોય છે. આવા જ એક કલાકારની આન્સરશીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Trending Photos
Board Exam Viral Copy: સમગ્ર દેશમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. ઘણા રાજ્યોમાં પરીક્ષાઓ પણ ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વિદ્યાર્થીઓ માટે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોયા પછી વિદ્યાર્થીઓ તેમની પરીક્ષામાં વધુમાં વધુ મેળવવામાં સફળ થઈ શકે છે. એટલું જ નહીં, આ વીડિયો જોયા પછી તમે 100માંથી 100 માર્ક્સ મેળવવામાં પણ સફળ થઈ શકો છો. સામાન્ય રીતે પરીક્ષા પછી જ્યારે પરિણામ આવે ત્યારે ઘણા બાળકો એ વિચારમાં ખોવાઈ જાય છે કે, આખરે ટોપર્સ તેમની આન્સરશીટમાં શું લખે છે, જેના કારણે તેઓ ટોપ કરે છે. તો ચાલો આજે આ વીડિયો દ્વારા તમારી મૂંઝવણ દૂર કરીએ.
100માંથી 100 માર્ક્સ મેળવવાની આન્સરશીટ
આ વીડિયોમાં એક શિક્ષક એક બાળકની પરીક્ષાની આન્સરશીટ તપાસતા બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં શિક્ષક તે જણાવતા જોવા મળે છે કે, બાળકોએ તેમની પરીક્ષાની આન્સરશીટ કેવી રીતે લખવી જોઈએ. શિક્ષક જે આન્સરશીટ તપાસે કરે છે, તે જોઈને કોઈપણની આંખોમાં ચમક આવી જશે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક શિક્ષક બાળકની આન્સરશીટ તપાસી રહ્યા છે. બાળકે તેની આન્સરશીટ એટલી સાફ અને સુંદર રીતે લખી છે કે તેને જોઈને કોઈપણનું દિલ ખુશ થઈ જશે. એટલું જ નહીં, બાળકે આન્સરશીટમાં તેના જવાબો પણ લાઇન બાય લાઇન લખ્યા છે. જે રીતે આપણે આપણી ફેયર કોપી સજાવીને લખતા હતા, તેવી જ રીતે આ બાળકે પણ તેની આન્સરશીટ લખી છે.
ટીચરે જણાવી નંબર મેળવવાની ટ્રિક
વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે, બાળકની આન્સરશીટ ચેક કરી રહેલા શિક્ષકનો મૂડ એકદમ ખુશ થઈ ગયો. બાળકની આન્સરશીટ જોઈને એટલા ખુશ થઈ ગયા કે તેમણે તે બાળકને 100માંથી 100 માર્ક્સ આપ્યા અને કહ્યું કે, બાળકે સાચા જવાબો લખવાની સાથે-સાથે આન્સરશીટનું પ્રેઝન્ટેશન એવી રીતે રાખ્યું છે કે 1 માર્ક પણ કપાઈ ન શકે. આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @rahul_99_km નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
વીડિયો પર લોકોએ આપી પ્રતિક્રિયા
આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ લોકોએ પણ કોમેન્ટ કરી અને કહ્યું કે, જો અમને આ ટેકનિકની જાણ હોત તો અમે પણ પરફેક્ટ માર્ક્સ મેળવી શક્યા હોત. અન્ય ઘણા લોકોએ વીડિયો પર લખ્યું કે, આટલા ઓછા સમયમાં આવું પ્રેઝન્ટેશન કેવી રીતે થશે ભાઈ? એવું લાગે છે કે, ગુરુજીને વીડિયો બનાવવા માટે ઘર પર જ તેમના દીકરા પાસે કોપી લખાવી હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે