Zomato ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડીને કરી છેડતી! કહ્યું, તું મને બહુ જ પસંદ છે

Zomato Delivery Boy Molest Women : ઓનલાઇન ફુડ મગાવતી મહિલાઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો, ન્યૂ અલકાપુરીમાં ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી કહ્યું,તું મને પસંદ છે!
 

Zomato ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડીને કરી છેડતી! કહ્યું, તું મને બહુ જ પસંદ છે

Vadodara News વડોદરા : ઓનલાઈન ફ્રુડ મંગાવતી મહિલાને કડવો અનુભવ થયો છે. ન્યૂ અલકાપુરીમાં વિસ્તારમાં ડિલિવરી બોયે મહિલાનો હાથ પકડી લીધો હતો. વાડી વિસ્તારના ડિલિવરી બોય મહંમદ અકમલ સિરાજવાલાએ ઓનલાઈન ફુડ મંગાવનાર મહિલાીન છેડતી કરી હતી. તેણે મહિલાનો હાથ પકડી કહ્યું કે, ‘તું મને બહુ પસંદ છે.’ મહિલાએ પરિવારને વાત કરી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફુડ ડિલિવરી બોય મહંમદ અકમલની પોલીસે ધરપકડ કરી હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતી 36 વર્ષીય મહિલાએ ઝોમેટોમાંથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું. બપોરના સમયે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. જેના બાદ 19 વર્ષીય યુવક મહિલાના ઘરે પહોંચ્યો હતો. મહિલાએ ફૂડ પેકેટ લેવા દરવાજો ખોલતા જ ફુડ ડિલીવરી બોયે મહિલાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. 

મહિલાએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો તો યુવકે તેને કહ્યું કે, તુ મને બહુ જ પસંદ છે. આ ઘટનાથી હેબતાઈ ગયેલી મહિલાએ અચાનક ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. 

આ બાદ મહિલાએ પતિને આ ઘટનાની જાણ કરી હતી. જેના બાદ મહિલા દ્વારા ઝોમાટોમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બાદ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પણ ફરિયાદ કરી હતી. જેના બાદ પોલીસે વાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય ડિલીવરી બોય મહોમંદ અકમલ મારુક અમલ સિરાજવાલાની ધરપકડ કરી હતી.  

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news