સુરતીઓની દારૂની પ્યાસ મિટાવશે આ ક્રુઝ, તમામ પ્રકારનાં દારૂની પરમીટ

નવા વર્ષથી મુંબઇ મેડેન હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. હવે સુરતીઓ માટે ગોવા ઉપરાંત ક્રૂઝની સફર પણ વિકલ્પ સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાય સ્ટેટ ગુજરાતના સુરતના લોકો જ્યારે આ ક્રૂઝમાં જશે તો દરિયા વચ્ચે તેમને બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતનું લીકર પણ મળી રહેશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી તમામ VIP સુવિધા હશે. 
સુરતીઓની દારૂની પ્યાસ મિટાવશે આ ક્રુઝ, તમામ પ્રકારનાં દારૂની પરમીટ

સુરત : નવા વર્ષથી મુંબઇ મેડેન હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. હવે સુરતીઓ માટે ગોવા ઉપરાંત ક્રૂઝની સફર પણ વિકલ્પ સાબિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રાય સ્ટેટ ગુજરાતના સુરતના લોકો જ્યારે આ ક્રૂઝમાં જશે તો દરિયા વચ્ચે તેમને બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતનું લીકર પણ મળી રહેશે. ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી તમામ VIP સુવિધા હશે. 

ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, VIP લાઉન્જ, એન્ટરટેઈનમેન્ટ ઓન ડેક વગેરે જેવી અત્યાધુનિક સુવિધાઓ પણ આપવામાં આવશે. અગાઉ 31 માર્ચ, 2021થી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ થઈ ચુકી છે. એપ્રિલ મહિનાથી કોરોના વાઈરસના કેસોની સંખ્યામાં સતત વધારો થતા ક્રૂઝ બંધ કર દેવાયું હતું. જોકે સાત મહિના બાદ ફરી ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવશે. ક્રૂઝની અંદર બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા જેવા દારૂ પણ મળશે. 

ક્રૂઝ આજે હજીરાથી 6:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે છઠ્ઠી નવેમ્બરે 8:30 કલાકે દીવ પહોંચાડશે. જ્યાંથી સાતમી નવેમ્બરે 12:00 કલાકે ઉપડી મોડી રાતે આઠમી નવેમ્બરે હજીરા 2:00 કલાકે પહોંચાડશે. કુલ 14 કલાકની ક્રુઝની સફર રહેશે. ક્રુઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. હજીરા-હાઇ સી-હજીરાની વાત કરીએ તો હજીરાથી રાતે 10:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે વહેલી સવારે 6:00 કલાકે ફરી હજીરા પહોંચાડશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 9:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6:00 કલાકે ફરી દીવ આવશે.

VIP લોન્ચના રૂ. 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના રૂ. 5000 અને પ્રિમિયમ ડબલ કેબિનના રૂ. 7000 ફેર છે. જો કે, આ ફેર સુરત-દીવનું છે. એ જ રીતે હજીરા-દીવ-હજીરાનું VIP લોન્ચનું રૂ. 6000, પ્રિમિયમ સિંગલ કેબિનનું રૂ. 8500, પ્રિમિયમ ડબલ કેબિનનું રૂ. 12,000 છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news