Shukra Gochar 2025: ગુરુની રાશિમાં શુક્ર થશે વક્રી, માર્ચ મહિનામાં 3 રાશિઓ કરશે મોજ, અણધાર્યો ધન લાભ થવાની પ્રબળ સંભાવના
Shukra Gochar 2025: માર્ચ મહિનો ગ્રહ ગોચરની દ્રષ્ટિએ ખાસ રહેવાનો છે. માર્ચ મહિનાની શરુઆતમાં જ શુક્ર ગ્રહ વક્રી થશે. શુક્રનું વક્રી થવું 3 રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે.
Trending Photos
Shukra Gochar 2025: વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુક્ર જ્યારે રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ 12 રાશિના લોકો પર અલગ અલગ રીતે જોવા મળે છે. કેટલીક રાશિઓને શુક્ર સારું ફળ આપે છે તો કેટલીક રાશિઓની મુસીબત પણ વધારે છે. હાલ શુક્ર ગુરુની રાશિ મીનમાં બિરાજમાન છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગુરુની રાશિમાં શુક્ર પોતાની ચાલ બદલશે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર 2 માર્ચ 2025 મીન રાશિમાં શુક્ર વક્રી થઈ જશે. શુક્ર વક્રી થઈને કેટલીક રાશિને પ્રતિકૂળ પરિણામ આપશે પરંતુ 3 રાશિઓ માટે અનુકૂળ બની જશે. શુક્ર મીન રાશિમાં વક્રી થશે ત્યારે 3 રાશીઓને ચારે તરફથી લાભ થવા લાગશે. આ ત્રણ રાશિઓ કઈ છે ચાલો તમને જણાવીએ.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે શુક્રનું વક્રી થવું ફળદાયી સાબિત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે. જીવનસાથીનો સાથ મળશે. વિવાહિત લોકો માટે સારો સમય. સંબંધોમાં સુધારો થશે. રોકાણ માટે યોગ્ય સમય. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે પણ મીન રાશિમાં શુક્રનું વક્રી થવું શુભ છે. ભાગ્યના બંધ દરવાજા ખુલશે. અટકેલા કામ પુરા થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. માન સન્માન વધશે. અટકેલું ધન પરત મળશે. આર્થિક સ્થિતિમાં જબરદસ્ત સુધારો જોવા મળશે.
મીન રાશિ
મીન રાશિમાં જ શુક્ર વક્રી થઈ રહ્યા છે આ રાશિના લોકોનું માન સન્માન સમાજમાં વધશે. ભાગ્યનો સાથ મળશે. અચાનક ધન વૃદ્ધિ થઈ શકે છે. નોકરી કરતા લોકોને નવી તકો પ્રાપ્ત થશે. અટકેલું ધન પરત મળશે. ધીરજથી કામ લેવાથી ફાયદો થશે. આ સમય દરમિયાન ધન લાભ થાય તેવા પણ યોગ છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે