ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, ફેબ્રુઆરીના અંતમાં આવેલું વાવાઝોડું માર્ચમાં વરસાદ લાવશે
Weather Forecast : રાજયમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવશે. ભારે પવન સાથે તાપમાનમાં ફેરફાર થયો છે. આ અંગે હવામાન વિભાગની મોટી આગાહી આવી છે. 1 માર્ચ સુધી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. તો અનેક જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે.
1 માર્ચ સુધી વરસાદ આવશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ફેરફારની પણ શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચના બીજા સપ્તાહમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. એક મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં વિપરીત ચક્રવાત સક્રિય થઈ શકે છે, જે સમુદ્રથી દૂર જતાની સાથે જ રાજ્યમાં ફરી વાદળી દેખાવા લાગશે અને ફરી એકવાર હવામાનમાં પલટો આવશે.
ગુજરાતમા ક્યાં ક્યાં અસર જોવા મળશે
ચક્રવાતને કારણે ગુજરાતના કચ્છ, રાજકોટ, જામનગર, સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન, પવન જોરથી ફૂંકાશે, જેના કારણે માર્ચના બીજા અઠવાડિયામાં હવામાન બદલાશે અને ગરમી વધશે. ચક્રવાતને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની પણ શક્યતા છે. હવામાનની આ આગાહી ખેતીને અસર કરશે અને ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે.
ગરમીમાં ઘટાડો થશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, હાલ રાજ્યના તાપમાનમા સામાન્યથી 2 થી 5 ડિગ્રીનો વધારો થયો છે. પરંતું આગામી 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. સમુદ્ર કિનારા આસપાસ ગરમ પવન ફૂંકાવવાની શક્યતા છે. રાજસ્થાનમાં ઈન્ડ્યુસ્ડ સર્યુલેશન સક્રિય થતા અને ટ્રફની અસર રહેતા તાપમાનમા ઘટાડો થશે. અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન, તો રાજકોટમા 38.7 ડિગ્રી તાપમાન રહ્યું.
શિવરાત્રીથી ઉનાળો શરૂ થાય છે
ગુજરાતમાં સામાન્ય રીતે ઉનાળાની શરૂઆત મહાશિવરાત્રિના તહેવારથી થાય છે. હવામાન વિભાગે પણ આના સંકેત આપ્યા છે. હવામાન વિભાગે ગુજરાતની દરિયાઈ સરહદ માટે યલો એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તાર માટે ચેતવણી જારી કરવામાં આવી છે. આમાં હવામાન વિભાગે કહ્યું છે કે લોકોને સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ તેની દૈનિક હવામાન આગાહીમાં આજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં આગામી ત્રણ દિવસ એટલે કે 27 ફેબ્રુઆરી સુધી ગરમ અને ભેજવાળી સ્થિતિની ચેતવણી જારી કરી છે. ગુજરાતમાં સામાન્ય રીતે ઉત્તરાયણથી સૂર્યની દિશા બદલાવાને કારણે હવામાન બદલાવા લાગે છે.
Trending Photos