Pune Rape Case: યુવતીને ગેરમાર્ગે દોરી દુષ્કર્મ આચરનારા આરોપી યુવકને પોલીસે મધરાતે દબોચ્યો
પુણેમાં એક બસ સ્ટેન્ડમાં રેપની ઘટનાને અંજામ આપનારા આરોપીને પોલીસે મધરાતે દબોચી લીધો છે. યુવક એક હિસ્ટ્રીશીટર છે અને આ પહેલા અનેક ચોરી, લૂટની ઘટનાને પણ અંજામ આપી ચૂક્યો છે.
Trending Photos
પુણેના સ્વારગેટ બસ સ્ટેશનમાં મંગળવારે 25 ફેબ્રુઆરી 2025ના રોજ 26 વર્ષની એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. હવે પોલીસે આ મામલે આરોપીને દબોચી લીધો છે. પોલીસે પુણે શહેરના શિરુર તહસીલથી આરોપી દત્તાત્રેય ગાડેને કસ્ટડીમાં લીધો. આરોપી પર પહેલેથી જ ચોરી, ચેન સ્નેચિંગ અને લૂંટના કેસ નોંધાયેલા છે. એક કેસમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે અને વર્ષ 2019થી તે જામીન પર બહાર છે.
મધરાતે દબોચ્યો
પોલીસે આરોપી દત્તાત્રેય ગાડેની મધરાતે અટકાયત કરી. તેને પકડવા માટે રાજ્યની અનેક જગ્યાઓ પર પોલીસફોર્સની તૈનાતી કરાઈ હતી. આરોપીને પકડવા માટે પોલીસની 8 ટીમોએ સર્ચ અભિયાન ચલાવતા સ્નીફર ડોગ્સ અને ડ્રોન્સ પણ તૈનાત કર્યા હતા. અત્રે જણાવવાનું કે 37 વર્ષનો આરોપી દત્તાત્રેય રામદાસ ગાડે એક હિસ્ટ્રીશીટર છે. તેના પર વર્ષ 2024માં પણ ચોરીનો કેસ નોંધાયો હતો જેના કારણે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો.
ફોસલાવીને લઈ ગયો
આ ઘટના મંગળવારે સવારે 5.30 વાગ્યા આસપાસની છે. પુણેમાં કામ કરતી એક યુવતી પોતાના ગામ જવા માટે સ્વારગેટ બસ સ્ટેન્ડમાં ઊભી હતી. આ બસ સ્ટેન્ડ પુણેના સૌથી વ્યસ્ત બસ સ્ટેન્ડમાંથી એક ગણાય છે. અહીંથી સમગ્ર રાજ્ય માટે બસો જાય છે. યુવતી પોતાના ગામ ફટલણ જનારી બસના સ્ટેન્ડ તરફ ઊભી હતી કે ત્યારે જ આરોપી ત ્યાં આવ્યો અને તેને દીદી કહીને સંબોધન કરી પૂછ્યું કે તેને ક્યાં જવું છે. યુવતીએ જેવું જગ્યાનું નામ બતાવ્યું કે તેણે ગેરમાર્ગે દોરતા કહ્યું કે ત્યાંની બસ બીજી બાજુ ઊભી છે અને તેને બસ સ્ટેન્ડની બીજી બાજુ લઈ ગયો.
રેપ કરી ફરાર થઈ ગયો
આ આરોપી પીડિત મહિલાને ત્યાં એક બસમાં લઈ ગયો અને પહેલા તો તેની મહિલા સાથે રકઝક થઈ પરંતુ આરોપીએ તેને સમજાવતા કહ્યું કે આ જ બસ છે. બસની અંદર લાઈટો બંધ હતી. યુવતી જેવી બસમાં ચડી કે આરોપી પણ તેની પાછળ બસમાં ચડ્યો અને પછી તેની સાથે દુષ્કર્મ કરીને ફરાર થઈ ગયો. યુવતીએ તેની બહેનપણીને આ ઘટના અંગે જાણ કરી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે