Heart Blockage Signs: ધમનીઓ બ્લોક હોય ત્યારે શરીરમાં દેખાય આ લક્ષણો, 5 માંથી 1 ને પણ ઈગ્નોર ન કરતાં
Heart Blockage Signs: હાર્ટ સુધી જતી ધમનીઓમાં બ્લોકેજ હોય તો તુરંત સારવાર કરવી જોઈએ. આ સમયે યોગ્ય ઉપચાર કરવામાં ન આવે તો જીવ પર જોખમ ઊભું થાય છે. તેથી શરીરમાં જો આ 5 લક્ષણો દેખાય તો તુરંત સારવાર કરાવવી.
Trending Photos
Heart Blockage Signs: આપણા શરીરના દરેક અંગનું કામ અલગ અલગ છે. જેમાં હૃદય સૌથી મહત્વપૂર્ણ અંગ છે. હૃદય દિવસ રાત પંપિંગ કરીને રક્ત અને ઓક્સિજનને શરીરના બધા જ અંગો સુધી પહોંચાડે છે અને શરીરના બધા અંગ આ કારણે જ વ્યવસ્થિત કામ કરે છે. તેથી જ હાર્ટ સ્વસ્થ રહે તે જ સૌથી વધારે જરૂરી છે. આજના સમયમાં ધમનીઓમાં બ્લોકેજ સૌથી ઝડપથી વધતી ગંભીર સમસ્યા છે. જો હાર્ટ સુધી જતી નસોમાં બ્લોકેજ થઈ જાય તેને કોરોનરી આર્ટરી ડીસીઝ કહેવાય છે. આ સ્થિતિમાં તુરંત જ સારવાર લેવી જરૂરી હોય છે. જો શરીરમાં ધમનીઓ સંકોચાવવા લાગે તો કેટલાક લક્ષણો જોવા મળે છે. આજે તમને નસોમાં બ્લોકેજના 5 લક્ષણ જણાવીએ. આ લક્ષણો જણાય તો તુરંત જ સારવાર લેવી.
હાર્ટમાં બ્લોકેજના લક્ષણ
1. ડોક્ટરોના જણાવ્યા અનુસાર જો તમને છાતીમાં ભાર લાગે અને વારંવાર ઉલટી કરવાનું મન થાય તો તે પાચનતંત્રમાં ખરાબી અથવા તો ધમનીમાં બ્લોકેજનું લક્ષણ હોઈ શકે છે. જો ઉલટી અને અપચા જેવી સ્થિતિ વારંવાર સર્જાતી હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો.
2. જો પગમાં દુખાવો અને સોજો અચાનક દેખાવા લાગે તો તેને ઇગ્નોર ન કરો. જ્યારે ધમનીઓમાં બ્લોકેજ શરૂ થાય છે તો શરીરના નીચેના અંગોમાં તરલ પદાર્થ જામવા લાગે છે. જેના કારણે ગોઠણ, પિંડી સહિત પગના નીચેના ભાગમાં દુખાવો અને સોજો આવી શકે છે.
3. હેલ્થ એક્સપર્ટ અનુસાર જો કોઈપણ કામ કર્યા વિના જ તમને થાક લાગતો હોય અથવા તો ચક્કર આવતા હોય તો ધમનીઓમાં બ્લોકેજનું તે લક્ષણ હોઈ શકે છે. જ્યારે ધમનીઓ બ્લોક થઈ જાય ત્યારે હૃદયને બ્લડ પંપ કરવામાં વધારે મહેનત કરવી પડે છે જેના કારણે સતત થાકનો અનુભવ થાય છે.
4. જો થોડું પણ ચાલ્યા પછી કે સીડી ચઢ્યા પછી શ્વાસ ફૂલી જતો હોય તો ધમનીઓમાં બ્લોકેજનું તે લક્ષણ હોઈ શકે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરને પૂરતું ઓક્સિજન મળતું નથી. તેથી શ્વાસ ખેંચાઈને લેવો પડે છે.
5. હૃદયની ધમનીઓમાં બ્લોકેજ હોય તો છાતીમાં દુખાવો ઉપડે છે. આ સૌથી મોટું અને ગંભીર લક્ષણ છે. જો આ લક્ષણ ઉપર ધ્યાન આપવામાં ન આવે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે.છાતીમાં દુખાવાનો અનુભવ થતો હોય તો ડોક્ટર પાસે જઈ ચેકઅપ કરાવી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે