ગુજરાતમાં ક્યાં છે 'સેમ બહાદુર'નું ઘર? ક્યાં છે તેમના નામનો માર્ગ અને બ્રિજ? ના જાણતા હોય તો લાનત છે!

ભારતીય આર્મીના પહેલાં અને એક માત્ર એવા અધિકારી જેમને મળ્યો હતો ફિલ્ડ માર્શલનો હોદ્દો. આ હોદ્દો ત્યાર બાદ કોઈપણ અધિકારીને આપવામાં આવ્યો નથી. એવા જેમના પર બનેલી ફિલ્મ સેમ બહાદુર હાલ થિયેટરમાં મચાવી રહી છે ધૂમ. જાણો સેમ બહાદુરનું ગુજરાત કનેક્શન...

ગુજરાતમાં ક્યાં છે 'સેમ બહાદુર'નું ઘર? ક્યાં છે તેમના નામનો માર્ગ અને બ્રિજ? ના જાણતા હોય તો લાનત છે!

ઝી બ્યૂરો, અમદાવાદઃ ફિલ્ડ માર્શલ સામ માણેકશા એક અદભુત યોદ્ધા અને એક અદભુત લીડર હતા. જેમણે દુનિયાને ભારતીય આર્મી અને ભારતીય સેનાના જવાનની શક્તિનો પરચો બતાવ્યો. જેમણે પાકિસ્તાનને ધૂળ ચટાડી અને ભારતનું ગૌરવ વધાર્યું. જેમણે ચીનને પાછું ખદેડીને ચીનને પાઠ ભણાવ્યો. આવા જબરદસ્ત યૌદ્ધાને ભારત સરકાર દ્વારા આર્મીમાં ફિલ્ડ માર્શલનો હોદ્દો આપવામાં આવ્યો હતો. આ હોદ્દો મેળવનાર સામ માણેકશા પહેલાં અને એક માત્ર એવા અધિકારી છે. ત્યાર બાદ આ હોદ્દો ક્યારેય કોઈને આપવામાં આવ્યો નથી. તેમના પર બનેલી ફિલ્મ સામ બહાદુર હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. પણ શું તમે જાણો છો સામ બહાદુરનું ગુજરાત સાથે છે ખાસ કનેશન.,,કેમ ફિલ્ડ માર્શલ માણેકશા એટલેકે, સામ બહાદુરને કહેવાય છે સવાયા ગુજરાતી જાણો વિગતવાર..

ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો ગુજરાત સાથે હતો નાતો, આ શહેરમાં આવેલુ છે પૈતૃક ઘર-
જનરલ માણેકશાને માટે દરેક દેશવાસીને ગૌરવ છે. તેઓ સેમ બહાદુર તરીકે જાણીતા હતા અને તેઓ ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનારા પ્રથમ ભારતીય સેના અધિકારી હતા. જનરલ માણેકશાનો પરિવાર ગુજરાતમાં વસવાટ કરતુ હતુ. અને જ્યાંથી તેઓ અમૃતસર ગયા હતા. અમૃતસરમાં જનરલ માણેકશાનો જન્મ થયો હતો. માણેકશાનો પરિવાર વલસાડમાં રહેતુ હતુ અને જ્યાંથી તેઓએ પંજાબ રહેવા માટે પહોંચ્યા હતા.

વલસાડમાં રહેતો હતો સેમ બહાદુરનો પરિવાર-
ગૌરવશાળી નામ સેમ બહાદુરનો પરિવાર ગુજરાતના વલસાડમાં રહેતો હતો. જોકે સેમ બહાદુરનો જન્મ અમૃતસરમાં થયો હતો. માણેકશાનુ પૈતૃક ઘર પણ વલસાડમાં આવેલુ છે અને જેને લઈ વલસાડમાં તેમનો પરિવાર જ્યાં રહેતો હતો એ માર્ગનુ નામ પર માણેકશાની 100મી જન્મ જંયતી પર માણેકશા રોડ રાખવામાં આવ્યુ હતુ. વલસાડના પારસી વાડા વિસ્તારમાં માણેકશાનુ પિતૃક ઘર આવેલુ હતુ. જ્યાં તેમના પિતા હોરમૂસજી માણેકશા રહેતા હતા. હોરમૂસજી સેનામાં તબિબ હતા અને જેઓ બાદમાં વલસાડથી પંજાબમાં સ્થાયી થયા હતા. જ્યાં અમૃતસરમાં સામ માણેકશાનો જન્મ થયો હતો. તેમના નામે માર્ગનુ નામકરણ કરવામાં આવ્યુ એ વખતે પાલિકા પ્રમુખે કહ્યુ હતુ કે, વલસાડ અને ગુજરાત માટે આ ગૌરવની વાત છે તે, તેમનુ પિતૃક ઘર અહીં રહ્યુ છે. તેમના નામે માર્ગનું નામકરણ કરવાને લઈ યુવાઓમાં પ્રેરણા મળશે.

અમદાવાદમાં ક્યાં છે સેમ બહાદુરના નામનો બ્રિજ?
રોજ લાખો લોકો અમદાવાદના એક બ્રિજ પરથી પસાર થાય છે. એ બ્રિજને લોકો શિવરંજની બ્રિજ તરીકે ઓળખે છે. શિવરંજની ચાર રસ્તાની ઉપરની બાજુએ આ બ્રિજ આવેલો છે. ખુબ ઓછા લોકોને ખ્યાલ હશેકે, વર્ષ 2008 પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્ય સરકારના આદેશાનુસાર આ બ્રિજનું નિર્માણ કર્યું ત્યારે તેનું નામ ફિલ્ડ માર્શલ માણેકશા આપવામાં આવ્યું હતું. માણેશનાના પરિવારજનોનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું. અને તેમની હાજરીમાં જ આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભારતીય સેનાના ફિલ્ડ માર્શલ સામ માણેકશાને બાંગ્લાદેશના નિર્માણને લઈ હંમેશા યાદ રાખવામાં આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના 1971 યુદ્ધમાં પૂર્વ પાકિસ્તાનને અલગ દેશ બનાવી દેવામાં આવ્યો હતો. પૂર્વ પાકિસ્તાન બાંગ્લાદેશ બન્યો હતો. ફિલ્ડ માર્શલ માણેકશાએ ચાર દાયકા સુધી દેશની સેવામાં ફરજ અદા કરી હતી. સેમ બહાદુર ગુજરાત સાથે સંબંધ છે અને તેઓનો પરિવાર પંજાબ સ્થાયી થવા અગાઉ ગુજરાતમાં વસવાટ કરતો હતો.

સેમ બહાદુર આ નામ જ્યારે જ્યારે લેવામાં આવે છે, ત્યારે ગુજરાતીઓનુ પણ ગૌરવ વધી જતુ હોય છે. સેમ બહાદુર એટલે કે ફિલ્ડ માર્શલ સામ માણેકશા એટલે કે, સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશાનો પરિવાર ગુજરાતમાં સ્થાયી હતો. ત્યારબાદ તેમનો પરિવાર ગુજરાતથી પંજાબ સ્થાયી થયો હતો. સેમ બહાદુરનો જન્મ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓનો જન્મ 3, એપ્રિલ 1914માં અમૃતસરમાં થયો હતો.

આ રીતે મળ્યુ સેમ બહાદુર નામ-
ભારતની આઝાદી બાદ ગોરખા રેજીમેન્ટની કમાન માણેકશાને મળી હતી. તેઓ આઝાદી બાદ કમાન સંભાળનારા પ્રથમ ભારતીય અધિકારી હતા. ગોરખાઓ દ્વારા જ તેમને સેમ બહાદુરના નામથી સૌથી પહેલા બોલવાની શરુઆત કરી હતી. જે ધીરે ધીરે તેમના માટે એક ઓળખ બની ગઈ હતી. તેઓ દેશ અને દુનિયામાં સેમ બહાદુર તરીકે ઓળખાવા લાગ્યા અને જાણીતા બન્યા હતા.

બીજા વિશ્વ યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકાઃ
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સેમ બહાદુર બર્મામાં સેતાંગ નદીના પટમાં યુદ્ધમાં ઘાયલ થયા હતા. આ તેમનો પ્રથમ યુદ્ધ અનુભવ હતો. તેઓ ઘાયલ થયા બાદ સાજા થઈને પરત ફરીથી યુદ્ધમાં જોડાયા હતા. માણેકશાએ 1947-48 દરમિયાન કાશ્મીરમાં પાકિસ્તાન સામેની લડાઈમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારત ચીન 1962 યુદ્ધ, ભારત પાકિસ્તાન 1965 યુદ્ધ અને બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ એટલે કે 1971ના યુદ્ધનો હિસ્સો રહ્યા હતા. જનરલ માણેકશા 1973માં સક્રિય સેવાઓમાંખી નિવૃત્ત થયા હતા. જોકે તેમને તેમના મૃત્યુ સુધી સેવારત અધિકારી તરીકે માનવામાં આવતા હતા. સેમ બહાદુરનુ વર્ષ 2008માં 27 જૂને 94 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓએ તમિલનાડુના વેલિંગ્ટનમાં પોતાનો દેહ છોડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news