આજે ગાયિકા રાજલ બારોટના લગ્ન, હલ્દી સેરેમનીમાં બારોટ સિસ્ટર્સે ચાર ચાંદ લગાવી દીધા

Rajal Barot Marriage: ગુજરાતના જાણીતા ગાયક સ્વ.મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટ આજે અલ્પેશ બાંભણિયા સાથે સાત ફેરા લેવા જઈ રહી છે... તે પહેલા સિંગરની હલ્દી સેરેમની ઉજવાઈ હતી... આ સેરેમનીમાં કિંજલ દવેએ પણ હાજરી આપી 

આજે ગાયિકા રાજલ બારોટના લગ્ન, હલ્દી સેરેમનીમાં બારોટ સિસ્ટર્સે ચાર ચાંદ લગાવી દીધા

Gujarati Singer : ગુજરાતની ડાયરા ક્વીન રાજલ બારોટને કોણ નથી ઓળખતું. ગુજરાતની આ સૂરીલી ગાયિકાને એક સૂર પર ડાયરાની જમાવટ થાય છે. ત્યારે આજે રાજલ બારોટ લગ્નગ્રંથિએ જોડાવા જઈ રહી છે. રાજલ બારોટ આજે અલ્પેશ બાંભણિયા સાથે સાત ફેરા લેશે. ત્યારે ગાયિકાની હલદી સેરેમેનીનો વીડિયો સામે આવ્યો છે. રાજલ બારોટે ઈન્સ્ટાગ્રામ પર હલદી સેરેમનીનો વીડિયો શેર કર્યો છે. જેમાં બારોટ પરિવારે કેવી જમાવટ કરી છે તે જોઈ શકાય છે. 

રાજલ બારોટ ગુજરાતના જાણિતા સિંગર સ્વ. મણિરાજ બારોટના દીકરી છે. લોકગાયિકા આજે અલ્પેશ બાંભણિયા સાથે સાત ફેરા લેશે. આ પહેલા બારોટ પરિવારે રાજલ બારોટની હલ્દી સેરેમની ઉજવી હતી. જેમાં આખો પરિવાર પ્રસંગના ઉત્સાહમાં મહાલતો જોવા મળ્યો. આ વીડિયોમાં રાજલ બારોટ તેની બહેનો સાથે ડાન્સ કરતી જોવા મળી. 

 

ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ પણ આ પ્રસંગમાં હાજરી આપી હતી. ગુજરાતની બે ગાયિકાઓ એકસાથે ડાન્સ કરતી જોવા મળી. આ ક્ષણ અદભૂત બની રહી. કિંજલ દવેની રાજલ બારોટના લગ્નની અનેક સેરેમનીમાં હાજરી જોવા મળી છે. 

કોણ છે અલ્પેશ બાંબણિયા, જેને રાજલ બારોટ પરણશે 
ગુજરાતનો આ પ્રખ્યાત ગાયક પરિવાર પાટણનો છે. રાજલ બારોટ જાણીતા લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. મણિરાજ બારોટને સંતાનમાં ચાર દીકરીઓ છે. તેમના પત્નીના નિધન બાદ તેમની ચારેય દીકરીઓ પિતા સાથે સુખેથી રહેતી હતી. પિતા તરફથી ચારેય દીકરીઓને સંગીતનો વારસો ભેટમાં મળ્યો છે. રાજલ બારોટના મંગેતર અલ્પેશ બાંભણિયા કોળી સમાજના અગ્રણી કાનજીભાઈ ભગવાનભાઈ બાંભણીયાના દીકરા છે અને ઉનામાં યુવા નેતા તરીકે પ્રખ્યાત છે. તેઓ ઉના નગરપાલિકાના સદસ્ય અને જાણીતા સમાજસેવક છે. તેઓ ઉના પાલિકાના કાઉન્સિર તરીકે પણ ચુંટાઈ આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news