આ છે વિશ્વની સૌથી મોંઘી ગાય, આટલી કિંમતમાં તો ઘરની આગળ લાગી જશે લક્ઝરી કારની લાઈનો
Expensive Cow In The World: તાજેતરમાં જ બ્રાઝિલમાં સફેદ રંગની ખુબસુરત અને શક્તિશાળી ગાયનું વેચાણ કરવામાં આવ્યું છે. આ ગાયના નામે વિશ્વની સૌથી મોંઘી ગાય હોવાનો રેકોર્ડ નોંધાયો છે. મૂળભૂત રીતે આ પ્રજાતિ ભારતમાં જોવા મળે છે.
હાલમાં જ બ્રાઝિલના મિનાસ જેરાઈસ રાજ્યની નેલ્લોર પ્રજાતિની ગાયને વિશ્વની સૌથી મોંઘી ગાયનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ગાયને 31 કરોડ રૂપિયામાં વેચવામાં આવી છે.
આ નેલ્લોર ગાયનું વજન 1,101 કિલો છે, જે તેની પ્રજાતિની અન્ય ગાયો કરતા 2 ગણું વધારે છે. આ ગાય દેખાવમાં પણ ખૂબ જ સુંદર અને શક્તિશાળી લાગે છે.
બ્રાઝિલની આ સૌથી મોંઘી ગાયનું નામ વિયાતિના 19 છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને વિશ્વની સૌથી મોંઘી ગાય જાહેર કરવામાં આવી છે.
આ ગાય તેના ભારે વજન, મજબૂત સ્નાયુઓ, સુંદર સફેદ રૂંવાટી, ઢીલી ત્વચા અને તેની પીઠ પરનો અનોખો ખૂંધ તેને માત્ર સુંદર જ નહીં પરંતુ તેને ગરમી સહન કરવાની શક્તિ પણ આપે છે.
વિયાતિના 19ની ઢીલી ત્વચા તેને ગરમી સહન કરવાની ક્ષમતા આપે છે. તેના ખૂંધમાં ચરબીનો સંગ્રહ થાય છે, જે ખોરાકની અછત હોય ત્યારે તેને શક્તિ આપે છે.
નેલ્લોર પ્રજાતિ મૂળરૂપે ભારતના આંધ્રપ્રદેશમાં જોવા મળે છે. તે ખૂબ જ મજબૂત અને કઠોન હોય છે. તેઓ અતિશય ગરમી સહિત કોઈપણ પ્રકારના હવામાનને અનુકૂળ થઈ શકે છે, જેના કારણે તેમનું વૈશ્વિક બજાર ઘણું મોટું છે.
Trending Photos