ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર ધારાસભ્યો રમશે હોળી, 100 કિલો કેસૂડો મંગાવાયો

Holi Cebebration In Gujarat Vidhansabha : હોળીના કાર્યક્રમ માટે 100 કિલો કેસૂડાના ફૂલો મગાવવામાં આવ્યાં છે. જોકે, વિધાનસભામાં પ્રાકૃતિક રંગોથી હોળી રમાશે

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલીવાર ધારાસભ્યો રમશે હોળી, 100 કિલો કેસૂડો મંગાવાયો

Holi Cebebration In Gujarat Vidhansabha : ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં આવું પ્રથમ વાર બનશે કે તેના સંકુલમાં રંગોથી હોળી રમાશે. આવતીકાલે ગુજરાત વિધાનસભા પરિસરમાં ધારાસભ્ય, મંત્રીઓ અવનવા રંગોથી ધુળેટી રમશે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો ધુળેટી રમવાના છે. આ માટે 100 કિલો કેસુડાના ફૂલ ધુળેટી રમવા માટે મંગાવવામાં આવ્યા છે. આ માટે શાસક પક્ષના દંડક દ્વારા ધુળેટી રમવાની પરવાનગી માંગવામાં આવી હતી. ત્યારે ધુળેટી રમવા માટે વિધાનસભા પરિસરમાં માંડવો પણ બંધાયો છે. 

મંગળવારે વિધાનસભા સંકુલમાં આવેલા મેદાનમાં આ હોળી રંગોત્સવ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ માટે અધ્યક્ષે મંજૂરી આપી દીધી છે. હોળીના કાર્યક્રમ માટે 100 કિલો કેસૂડાના ફૂલો મગાવવામાં આવ્યાં છે. જોકે, વિધાનસભામાં પ્રાકૃતિક રંગોથી હોળી રમાશે. કેમિકલ યુક્ત રંગોને બદલે પ્રાકૃતિક રંગોથી પારંપરિક રીતે હોળી રમવામાં આવે તેવો સંદેશ ધારાસભ્યો જનતાને આ કાર્યક્રમ થકી આપશે.

આ પણ વાંચો : 

ક્રિકેટ પણ રમશે ધારાસભ્યો
હોળીની ઉજવણીની સાથે વિધાનસભામાં ક્રિકેટ મેચનું આયોજન કરવાની વિચારણા ચાલી રહી છે. વિધાનસભાનું સત્ર પૂરુ થાય બાદ ક્રિકેટ મેચ યોજાશે. જેમાં ચૂંટાયેલા સભ્યોની એક ટીમ બનશે, અને ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોની બીજી ટીમ બનશે, આ ટીમમાં સરખી રીતે પ્લેયર્સ વહેંચાશે.

ધારાસભ્યોની સાથે આઇએએસ અધિકારીઓ ક્રિકેટનું પણ ચર્ચા ચાલી રહી છે. આઇએએસ અધિકારીઓ વિચારણા કરી રહ્યા છે. સૂત્રોના કહ્યા પ્રમાણે જૂનિયર આઇએએસ અધિકારીઓમાં કેટલાક ક્રિકેટના ખેલાડીઓ છે, સિનિયર અધિકારીઓમાં પણ કેટલાક અધિકારીઓ ક્રિકેટ રમવાના શોખીન છે,પણ ધારાસભ્યો સાથે ક્રિકેટ રમવા જોડાશે કે કેમ તે પ્રશ્ન છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news