ગુજરાતમાં સારા વરસાદનો પુરાવો, અત્યાર સુધી 38 જળાશયો છલકાયા
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં સર્વત્ર વરસેલા સારા વરસાદનું પરિણામ એવું છે કે, હાલ ગુજરાતના મોટાભાગના જળાશયો ભરાઈ ગયા છે. ગુજરાતના 38 જળાશયો છલકાઈ ગયા છે. આ વર્ષે ગુજરાતના દરેક પ્રાંતમાં વરસેલા સારા વરસાદને કારણે ગુજરાતને આગામી ઉનાળાની સીઝનમાં વલખા મારવાની જરૂર નહિ પડે તેવુ લાગે છે. જળ સંપત્તિએ આ અંગેનો રિપોર્ટ આપ્યો છે.
ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે 19 ઓગસ્ટ સુધીનો રિપોર્ટ જળ સંપત્તિ વિભાગે આપ્યો છે. આજે સવારે 8.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના કુલ 204 જળાશયો ભરાઈ ગયા છે. આ જળાશયો કેટલા ભરાયા છે તેના આંકડા પર નજર કરીએ...
- 36 જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા
- 38 જળાશયો છલકાયા
- ૪૩ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા
- ૨૧ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા
રાજ્યમાં હાલમાં 5000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૨,૬૫,૦૫૯, વણાકબોરીમાં ૫૯,૩૮૬, કડાણામાં ૪૭,૯૫૪, ઉકાઇમાં ૩૯,૧૦૨, દમણગંગામાં ૯,૩૫૮, કરજણમાં ૬,૦૩૮ ક્યુસેકનો સમાવેશ થાય છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 80.64 ટકા ભરાયું છે. રાજયમાં કુલ 204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 70.81 ટકા એટલે ૩,૯૪,૧૮૭.૪૪ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે તેવુ રિપોર્ટમાં જણાવાયું છે.
- ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં ૨૯.૮૮ ટકા પાણી
- મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૬૮ ટકા પાણી
- દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૯.૭૮ ટકા પાણી
- કચ્છના ૨૦ જળાશયોમાં ૬૦.૯૩ ટકા પાણી
- સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૫૨.૩૭ પાણી
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે