આ સુપરસ્ટારની પત્ની દારૂની આખી બોટલ ગટકી જાય છે? 12 વર્ષથી એકાંતમાં ઉજવે છે બર્થડે! 8 વાગતા જ....

એક સુપરસ્ટારની પત્નીએ હાલમાં જ ખુલાસો કર્યો કે તે ખુબ દારૂ પીવે છે. તેમણે જણાવ્યું કે જ્યારે ભારત-પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે તો એક જ ઝટકે આખી બોટલ ગટકી જાય છે. 

આ સુપરસ્ટારની પત્ની દારૂની આખી બોટલ ગટકી જાય છે? 12 વર્ષથી એકાંતમાં ઉજવે છે બર્થડે! 8 વાગતા જ....

દાયકાઓ સુધી હિન્દી ફિલ્મોથી માડીને ફેન્સના દિલો પર રાજ કરનારા હિન્દી ફિલ્મોના હીરો નંબર વન કહેવાતા ગોવિંદાની પત્ની સુનિતા આહુજા હંમેશા બિન્દાસ રીતે પોતાની વાત રજૂ કરે છે. હાલમાં જ તેમણે કર્લી ટેલ્સ પર કામિયા જાની સાથે વાતચીત દરમિયાન પોતાના જીવનના કેટલાક ખાસ પહેલુઓને શેર કર્યા. આ ઈન્ટરવ્યુમાં તેણે પોતાની પર્સનલ લાઈફ, દારૂ માટે લગાવ, અને જન્મદિવસ ઉજવવાના યુનિક અંદાજ વિશે ખુલીને વાત કરી. 

તેમની આ વાત સાંભળીને લોકો દંગ રહી ગયા. આ દરમિયાન તેમણે પોતાની પસંદ અને નાપસંદ વિશે પણ ખુલીને વાત કરી. વાતચીતમાં સુનિતાએ ખુલાસો કર્યો કે તેના ઘરમાં તેની સૌથી મનગમતી જગ્યા બાર કાઉન્ટર છે. ત્યાં બેસીને તે હંમેશા પોતાનું ફેવરિટ ડ્રિંક એન્જોય કરવાનું પસંદ કરે છે. તેમણે જણાવ્યું કે ગોવિંદા હંમેશા મજાકમાં કહે છે કે તેમના ઘરમાં એક 'ધરમજી' છે. સુનિતાએ જણાવ્યું કે તેમને ખાસ અવસર પર દારૂ પીવો ગમે છે. જેમ કે બાળકોનો જન્મદિવસ, કે પછી ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ વખતે. 

12 વર્ષથી એકલા સેલિબ્રેટ કરે છે બર્થડે
જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે તે રોજ દારૂ પીતા નથી. પરંતુ ફક્ત રવિવારે તેને એન્જોય કરે છે જેને તે પોતાનો ચીટ ડે માને છે. સુનિતાએ સૌથી યુનિક વાત તેમના બર્થડે સંબધિત કરી છે. સુનિતા અલગ સ્ટાઈલમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ કરે છે. તેમણે જણાવ્યું કે છેલ્લા 12 વર્ષથી તે એકલા જ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરે છે. એકબાજુ જ્યાં મોટાભાગના લોકો આ ખાસ દિવસ પરિવાર અને મિત્રો સાથે વિતાવવાનું પસંદ કરે છે, જ્યારે સુનિતાને પોતાના જન્મદિવસ પર એકલામાં સમય વિતાવવો પસંદ છે. 

8 વાગે એકલા કાપે છે કેક
સુનિતાનું માનવું છે કે તેણે પોતાના બાળકો અને પરિવારને આખી જીંદગી આપી, પરંતુ હવે તેઓ મોટા થઈ ગયા છે તો તે પોતાના માટે જીવવા માંગે છે. પોતાના બર્થડેની શરૂઆત તે મંદિર કે ગુરુદ્વારામાં જઈને પ્રાર્થના કરીને કરે છે. ત્યારબાદ તે આખો દિવસ પોતાની જાત સાથે જ સમય વિતાવે છે અને કોઈને પણ પોતાના આ સ્પેશિયલ ડેમાં સામેલ કરતા નથી. પરંતુ તેમની સૌથી ખાસ વાત રાતે 8 વાગ્યાથી શરૂ થાય છે. સુનિતાએ કહ્યું કે જેવા ઘડિયાળમાં 8 વાગે છે કે તે એક દારૂની બોટલ ખોલે છે, કેક કાપે છે. 

એકલા કરે છે એન્જોય
સુનિતાએ જણાવ્યું કે આ બધુ હું એકાંતમાં જ કરું છું અને પોતાની જાત સાથે જ આ પળને એન્જોય કરું છું. સુનિતા આહૂજાનો આ ખુલાસો લોકોને થોડો ચોંકાવી શકે છે. પરંતુ તેમણે ખુબ જ ઈમાનદારીથી પોતાની પસંદ અને લાઈફસ્ટાઈલ વિશે જણાવ્યું. તેઓ માને છે કે દરેક વ્યક્તિએ પોતાના માટે પણ સમય કાઢવો જોઈએ અને તે બધુ જ  કરવું જોઈએ જે તેને આનંદ આપે. તેના આ બિન્દાસપણાથી અનેક લોકો ઈન્સ્પાયર થઈ શકે છે કે પોતાની ખુશી માટે પણ જીવવું જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news