સવાર-સવારમાં બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, ગુજરાત સહિત 4 મહાનગરોમાં શું છે કિંમત?
Petrol-Diesel Prices Today: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 76.79 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ 73.07 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે 12 ફેબ્રુઆરી 2025 ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
Trending Photos
Petrol-Diesel Prices Today: રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. આજે એટલે કે 12 ફેબ્રુઆરી 2025 બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ચાલો જાણીએ, ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલની કિંમત શું છે?
કાચા તેલની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 76.79 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ 73.07 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. જો ભારતની વાત કરીએ તો સરકારી તેલ કંપનીઓએ આજે 12 ફેબ્રુઆરી 2025ના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં આજે પેટ્રોલની ભાવ શું છે?
આજે નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.77 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.44 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.95 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.80 રૂપિયા પ્રતિ લિટર છે.
આજે ડીઝલના ભાવ શું છે?
આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.67 રૂપિયા છે. મુંબઈમાં ડીઝલની કિંમત 89.97 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 91.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.39 રૂપિયા પ્રતિ લીટર છે.
ગુજરાતમાં આજે પેટ્રોલની કિંમત
ગુજરાતમાં પેટ્રોલ સરેરાશ રૂ. 95.00 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. ગઈકાલે 11-02-2025ના રોજ ગુજરાતમાં પેટ્રોલની કિંમત સમાન હતી. એટલે કે ગઈકાલથી લઈને અત્યાર સુધી ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
ગુજરાતમાં આજે ડીઝલની કિંમત
ગુજરાતમાં ડીઝલ સરેરાશ રૂ. 90.70 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. ગુજરાતમાં ડીઝલની કિંમત ગઈકાલે 11-02-2025 ના રોજ સમાન હતી. એટલે કે ગઈકાલથી લઈને અત્યાર સુધી ગુજરાતમાં ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે પેટ્રોલ અને ડીઝલના ભાવ
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ પર આધારિત છે. ઈન્ડિયન ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ-અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.
SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના કિંમત કેવી રીતે તપાસો
નોંધનીય છે કે, રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અલગ-અલગ હોય છે. તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે