સુરતમાં હવે BRTS બસોની સ્ટેરિંગ મહિલાઓ સંભાળશે! આ યોજના મહિલાઓ માટે રોજગારી સર્જશે!
સુરતમાં BRTS બસોની સ્ટેરિંગ હવેથી મહિલાઓ સંભાળશે. સુરતમાં દેશના સૌથી લાંબા BRTS રૂટની બસોની સ્ટેરિંગ હવે મહિલાઓ સંભાળશે. આ પહેલને સફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ જર્મનીની એક સંસ્થા સાથે MOU કર્યું છે, સંસ્થા આ યોજનાના અમલમાં માર્ગદર્શન આપશે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: સુરતમાં BRTS બસોની સ્ટેરિંગ હવેથી મહિલાઓ સંભાળશે. દેશનો સૌથી લાંબો BRTS રૂટ 'વુમન ફોર્સ રૂટ' બનશે. આ પહેલને સફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ જર્મનીની એક સંસ્થા સાથે MOU કર્યું. સંસ્થા આ યોજનાના અમલમાં માર્ગદર્શન આપશે.
સુરત મહાનગરપાલિકા મહિલાઓને તાલીમ આપવાથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ અપાવવાની આખી જવાબદારી ઉઠાવશે. આ પગલાથી મહિલાઓ માટે રોજગારના નવા અવસરો સર્જાશે અને સુરતના જાહેર પરિવહનમાં તેમનું યોગદાન વધુ મજબૂત બનશે. ડ્રાઇવર, કંડક્ટર સહિત મહિલા સ્ટાફની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે, જેમાં માત્ર મહિલાઓનો સમાવેશ કરાશે. બાકી તમામ જરૂરી વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા કરશે.
ગુજરાતમાં પ્રથમવાર એવું બનશે કે BRTS રૂટમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે કોઈ મહાનગરપાલિકા મહિલાઓને ટ્રેનિંગ આપશે અને તેમને BRTS રૂટમાં રોજગાર આપવા માટે તમામ પ્રકારની તક આપશે. જર્મનીની જર્મન ટેક્નિકલ સહયોગ સંસ્થા (GIZ) મહિલાઓને ટ્રેનિંગ આપવા માટે સુરત મહાનગરપાલિકાની મદદ કરશે. BRTS રૂટને “વુમન ફોર્સ” બનાવવાની તૈયારી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.
ડ્રાઇવર, કંડક્ટર સહિત મહિલા સ્ટાફની મોટી સંખ્યામાં ભરતી કરવામાં આવશે, જેમાં માત્ર મહિલાઓનો સમાવેશ કરાશે. બાકી તમામ જરૂરી વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા કરશે. સુરત શહેરમાં દેશનો સૌથી લાંબો BRTS કોરિડોર છે, જે 108 કિલોમીટર લાંબો છે. સુરત શહેરે સમગ્ર દેશમાં લીડ લીધી છે, કારણ કે અહીંની BRTSબસો સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક બની ગઈ છે.
હાલ 450 જેટલી ઇલેક્ટ્રિક બસો સક્રિય છે. આ માટે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ડેપો, રિપેર અને મેન્ટેનન્સ માટેની વ્યવસ્થા, ઈલેક્ટ્રિક બસોને ચાર્જિંગ કરવાની સુવિધા, અને ડ્રાઇવર-કંડકટરને તાલીમ આપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે