'લગ્ન તો કરવાના જ છે ને...કહી અનેકવાર સંબંધ બાંધ્યા', ફિઝિયોથેરાપીસ્ટ યુવતી સાથે મંગેતરે દગો કરતા જીવન ટુંકાવ્યું!
મંગેતરને સગાઈ બાદ સતત સગાઈ તોડવાની ધમકીઓ આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં મંગેતરને અંધારામાં રાખી અન્ય એક યુવતી સાથે પણ આડા સંબંધ બનાવ્યા હતાં. જેની જાણ થતા મંગેતરે આ આરોપીને આવું ન કરવાનું કહેતા તેણે મંગેતરને જ તરછોડી દીધી.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં રહેતી યુવતી સાથે મંગેતરે દગો કરતા યુવતીએ જીવન ટુંકાવ્યું છે. ફિઝિયોથેરાપીસ્ટ તરીકે કામ કરતી યુવતીએ પોતાની નોકરીના સ્થળે જ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જોકે તેણે આપઘાત પહેલા લખેલી સ્યુસાઇડ નોટે અનેક રાજ ખોલી નાખ્યા છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.
ગુજરાત યુનિવર્સિટી પોલીસની ગિરફ્તમાં દેખાતા શખ્સનું નામ રજનીકાંત પ્રજાપતિ છે. આ શખ્સે પોતાની મંગેતરને સગાઈ બાદ સતત સગાઈ તોડવાની ધમકીઓ આપી તેની મરજી દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં મંગેતરને અંધારામાં રાખી અન્ય યુવતી સાથે પણ આડા સંબંધ બનાવ્યા હતાં. જેની જાણ થતા મંગેતરે આ આરોપીને આવું ન કરવાનું કહેતા તેણે મંગેતરને જ તરછોડી દીધી. મંગે યુવતીનાં ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતા તેના માતાએ દીકરીના મંગેતરના માતા-પિતાને જાણ કરી હતી. જોકે તેઓએ પણ ફરિયાદીના ઘરે આવી સગાઈ તોડી નાખી હતી. જેના કારણે તે ડિપ્રેશનમાં પહોંચી ગઈ હતી તેણે ખાવા પીવાનું પણ બંધ કરી અને પરિવારજનો સાથે વાતચીત કરવાનું પણ બંધ કરી નાખ્યું હતું અને અંતે ખોટું પગલું ભરી લીધું હતું.
મંગેતર એ સગાઈ તોડી નાખતા યુવતી ડઘાઈ ગઈ હતી. જેની સાથે લગ્ન જીવનના સપના જોયા હતા, તેને જ તેનો ઉપયોગ કરી તરછોડી દેતા તેને નારણપુરા ખાતેના ક્લિનિક પર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત કરતા પહેલા તેણે પોતાની આપવીતી લખી હતી. આ સ્યુસાઇડ નોટના આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.
યુવતીની સગાઇ 17 એપ્રિલ 2024 ના રોજ BHMS ડોક્ટર રજનીકાંત પ્રજાપતિ સાથે સમાજના રીત રિવાજ મુજબ થઈ હતી. સગાઈના બે મહિના બાદથી મંગેતર સતત યુવતી સાથે સગાઈ તોડી નાખવાની ધમકીઓ આપીને સંબંધ બનાવતો અને સાથે જ અન્ય યુવતી સાથે પણ આડા સંબંધ રાખતો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસે આરોપી મંગેતરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે