આ મુદ્દાઓએ ગુજરાતમાં ભાજપની છબી બગાડી! સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ અસંતુષ્ટ નેતાઓના માથે પડશે ગાજ
લેટરકાંડ, મેન્ડેટની અવગણના સહિત અન્ય મુદ્દાએ ગુજરાતમાં ભાજપની છબી બગાડી નાંખી છે. વિરોધીઓ પ્રદેશ મોવડીમંડળના ટાર્ગેટ પર હોવાની પણ માહિતી મળી રહી છે. ભાજપે તો ખાનગી રીતે પક્ષવિરોધીઓની માહિતી પણ મેળવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Trending Photos
Gujarat Local Body Election: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. નેતાઓ જનતા વચ્ચે જઇને પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે નિવેદન આપી રહ્યા છે. કેટલાક કાર્યકરોને ટિકિટ ન મળતાં કેટલીય પાલિકા-પંચાયતમાં ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તેમજ ઘણાં ઠેકાણે તો ભાજપના ઉમેદવારોની સામે ભાજપના અસંતુષ્ટો ચૂંટણી મેદાને છે. એટલે કે ભાજપ એક્શન મોડમાં આવ્યુ અને કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમુક નેતાઓ અને કાર્યકરો ટિકીટ ન મળતાં ભાજપમાં પક્ષની શિસ્તના ચીંથરા ઉડાડી રહ્યાં છે. એવામાં લેટરકાંડનો વાયરો આ ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે. એટલે કે આ મુદ્દો હજું પણ ભાજપમાં અતોષનો ચરું ઉકાળી રહ્યો છે.
લેટરકાંડ, મેન્ડેટની અવગણના સહિત અન્ય મુદ્દાએ ગુજરાતમાં ભાજપની છબી બગાડી નાંખી છે. વિરોધીઓ પ્રદેશ મોવડીમંડળના ટાર્ગેટ પર હોવાની પણ માહિતી મળી રહી છે. ભાજપે તો ખાનગી રીતે પક્ષવિરોધીઓની માહિતી પણ મેળવી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ભાજપના અસંતુષ્ટ નેતાઓ સામે મોટી કાર્યવાહી થાય તેવા અણસાર મળી ચૂક્યા છે. ભાજપે જે અસંતુષ્ટીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષવિરોધીઓની માહિતી મેળવી છે.
પરિણામો પછી ભાજપના મોટા ગજાના નેતાઓ પર ગાજ ગરજે તેવી શક્યતા જોવાઈ રહી છે. ભાજપ મોવડી મંડળે પક્ષવિરોધીઓને સીધો સંદેશ આપ્યો છે કે હવે જરાય શિસ્તભંગ ચલાવી લેવાશે નહીં. ગુજરાતમાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ છે ત્યારે ગેરશિસ્ત ડામવા ગુજરાતમાં પણ આ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.
બીજી બાજુ અમરેલીના લેટરકાંડે ભાજપના જ બે જૂથો આમને સામને આવી ગયા છે. જેમાં પૂર્વ સાંસદથી માંડીને વર્તમાન ધારાસભ્ય પણ મેદાને પડ્યો છે. આ જૂથવાદે ભાજપની છબી બગાડી છે. આ સિવાય સહકારી ક્ષેત્રે મેન્ડેટની અવગણના ભાજપની શિસ્તના લીરેલીરા ઉડાડ્યાં છે. અંદરખાને અસંતુષ્ટોની માહિતી એકત્ર આ સ્થિતીને કાબૂમાં લેવા ભાજપે કરી લીધી છે. આગામી દિવસોમાં સંગઠનની રચના કરવાની છે ત્યારે તેમની બાદબાકી કરી પક્ષ સબક શિખવાડવાના મતમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે