હવે શરૂ થશે ખતરો! અમદાવાદમાં આજે રસ્તા ભીના, ચારેબાજુ ધુમ્મસ! આખરે અંબાલાલના આ શબ્દો સાચા પડ્યા...!!
Ambalal Patel Forecast: ગુજરાત સહિત દેશમાં હવામાનની પેટર્ન ફરી બદલાઈ છે. હાલ શિયાળાની મોસમ ચાલી રહી છે અને સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ત્યારે આજે હવામાન ખુશનુમા છે, સવાર-સાંજ ઠંડી પડે છે અને દિવસ દરમિયાન તડકો રહે છે. બીજી બાજુ અમદાવાદમાં આજે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, હાઈવે પર લોકોને ઓછા પ્રકાશના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઓછી જણાઈ રહી છે, ત્યારે અંબાલાલની તે આગાહી સાચી પડી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી બે દિવસ પવનની ગતિ વધુ રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. તો જુનાગઢના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાક રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 16 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે. રાજકોટના ભાગોમાં પણ પવનની ગતિ 15 કિમી પ્રતિ કલાકની રહેશે.
બદલાતા વાતાવરણની સાથે અંબાલાલ પટેલે ગુજરાતના નાગરિકોને ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે, આ દિવસોમાં સવારે હિમાયળું હવામાન રહેશે. 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 19 ફેબ્રુઆરીથી ગરમીની શક્યતા દેખાઈ રહી છે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 23 થી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળવાયુ અને કમોસમી વરસાદના એંધાણ છે.
એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં 13 ફેબ્રુઆરી સુધી હિમવર્ષા અને વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ચાલો જાણીએ IMD નું લેટેસ્ટ અપડેટ શું છે? ભારતના હવામાન વિભાગ (IMD) મુજબ ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને પાડોશ પર એક સાઈક્લોનિક સર્કુલેશન સક્રિય છે અને બીજું સાઈક્લોનિક સર્કુલેશન ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં છે.
તેની અસરને કારણે અરુણાચલ પ્રદેશમાં 11-12ના રોજ ભારે ગાજવીજ અને વીજળી સાથે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. જો કે 11 ફેબ્રુઆરીએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આસામમાં 11-13 ફેબ્રુઆરી દરમિયાન અને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં 11-12 ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદ પડશે.
પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે કે આગામી કેટલાક દિવસો એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાન સામાન્ય રહેશે. એટલે કે 15મી ફેબ્રુઆરી સુધી હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી શક્યતા નહીંવત છે. હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા નથી આ સાથે જોવા જઈએ તો ઝાકળ વર્ષા મોટાભાગે આ સમયમાં ઝાકળ વર્ષા એટલે કે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળે છે. ઝાકળને કારણે શિયાળું પાક ઉપર માઠી અસર પડે એવો કોઈ મોટો ઘાટો ઝાકડ આવવાનો નથી એટલે જાકડ વરસાદથી પણ કોઈએ ડરવાનું નથી હાક જોવા મળશે પણ એ છૂટા છવાયા વિસ્તારમાં હશે.
સાઈક્લોનિક સર્કુલેશનના રૂપમાં પશ્ચિમી વિક્ષેપ ઉત્તર અફઘાનિસ્તાન અને પડોશમાં સક્રિય છે, જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 10-11 ફેબ્રુઆરીએ વરસાદની સંભાવના છે. હિમવર્ષા પણ થશે. વરસાદને કારણે આ પ્રદેશમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. પશ્ચિમ હિમાલય પ્રદેશમાં જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ થયો હતો.
જાણો ક્યાં છવાશે ધુમ્મસ?
ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર સહિત પૂર્વીય ઉત્તર પ્રદેશ અને ઓડિશાના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું, જ્યાં વિઝિબિલિટી 50-199 મીટરની વચ્ચે નોંધાઈ હતી. 11-12 ફેબ્રુઆરીના સવારના કલાકો દરમિયાન ઓડિશા અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો પર ગાઢ ધુમ્મસ પ્રવર્તે તેવી શક્યતા છે.
દેશમાં આગામી 5 દિવસ સુધી શું રહેશે તાપમાન?
ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. મધ્ય ભારતમાં પારો યથાવત્ રહેશે, પરંતુ આગામી 2-3 દિવસમાં તેમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. પૂર્વ ભારતનું તાપમાન આગામી 2 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ વધશે અને પછી આગામી 2-3 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટશે.
હવામાન વિભાગે ભારતના 7 રાજ્યોમાં વરસાદની ચેતવણી આપી છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 11 થી 15 ફેબ્રુઆરી વચ્ચે વરસાદની શક્યતા. આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા - હળવો વરસાદ અને તેજ પવનની અપેક્ષા છે રાત્રી અને સવારના સમયે હળવી ઠંડી રહેશે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24-26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. ઘુમ્મસની શક્યતા ઓછી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાકળ રહી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર ભારતમાં ધીમે ધીમે ઠંડી ઓછી થશે અને દિવસ તડકો રહેશે. ઉત્તરપૂર્વ ભારત અને બંગાળમાં 15 ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહી શકે છે.
Trending Photos