Budget 2025: બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Income Tax Slab 2025: 12 લાખ રૂપિયા સુધીની આવક પર હવે તમારે કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. નાણામંત્રીએ આ જાહેરાત કરીને મિડલ ક્લાસને ખુશખુશાલ કરી નાખ્યો છે. વધુ વિગતો જાણો.
Trending Photos
income tax new regime in Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ રજુ કર્યું જેમાં મિડલ ક્લાસને મોટી રાહત આપતી જાહેરાત કરી. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. નાણામંત્રીએ આ જાહેરાત કરીને મિડલ ક્લાસને ખુશખુશાલ કરી નાખ્યો છે. હવે આ નવો ટેક્સ સ્લેબ હશે. ટેક્સપેયર્સની નજરો બજેટ પર જ હોય છે. આ વખતે નાણામંત્રીએ 12 લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં એવી જાહેરાત કરી દીધી છે. હવે તમને નવા અને જૂના ટેક્સ રિજિમના ટેક્સ ક્લેબ વિશે જણાવીશું.
12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં
ન્યૂ ટેક્સ રિજિમ હેઠળ અત્યાર સુધી સાત લાખ રૂપિયાની વાર્ષિક આવક સુધી આવકવેરામાં રાહત હતી. હવે તે હેઠળ 12 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. એ જ રીતે જેમનો પગાર એક લાખ રૂપિયા સુધી હશે તેમણે કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. જો કે તેનાથી વધુ કમાણીવાળા ટેક્સના દાયરામાં આવશે. નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે તેનાથી 18 લાખની વાર્ષિક આવકવાળા લોકોને 70,000 રૂપિયાની ટેક્સ છૂટ અને 12 લાખ રૂપિયા વાર્ષિક આવકવાળા કરદાતાઓને 80,000 રૂપિયાની છૂટનો લાભ મળશે. આ પ્રસ્તાવ નાણાકીય વર્ષ 2025-26 એટલે કે એસેસમેન્ટ યર 2026-27 માટે છે.
#UnionBudget2025 | Finance Minister Nirmala Sitharaman says, " I am now happy to announce that there will be no income tax up to an income of Rs 12 lakhs." pic.twitter.com/rDUEulG3b9
— ANI (@ANI) February 1, 2025
બજેટમાં સરકારે આવકવેરા ટેક્સ સ્લેબ અને આવકવેરા દરોમાં ફેરફારનો બજેટમાં પ્રસ્તાવ મૂક્યો. ચાર લાખ રૂપિયાની આવક પર શૂન્ય વેરો, ચારથી આઠ લાખ રૂપિયાની આવક પર 5 ટકા, 8થી 12 લાખ રૂપિયાની આવક પર 10 ટકા અને 12થી 16 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ લાગશે.
ગણતરીથી સમજો કેટલો થશે ફાયદો
12 લાખ રૂપિયા સુધીની આવક પર છૂટનો અર્થ એ છે કે જો તમારી આવક 12 લાખ રૂપિયા સુધી હશે તો તમને તેનો ફાયદો મળશે. જો તમારી આવક 12 લાખ રૂપિયાથી વધુ હશે તો તમને ફક્ત 4 લાખ રૂપિયા સુધી પર જ છૂટ મળશે અને તેનાથી વધુની આવક પર ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે. બજેટમાં એક ગણતરીથી સમજાવવામાં આવ્યું છે કે તમને કેટલો ફાયદો થશે.
જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં
આ વખતે બજેટમાં આવકવેરા અંગે જે પણ જાહેરાત થઈ છે તે નવી ટેક્સ વ્યવસ્થા પ્રમાણે છે. જૂની ટેક્સ વ્યવસ્થામાં હજુ સુધી કોઈ ફેરફાર કરાયો નથી. એટલે કે અહીં તમારે હજુ પણ 2.5 લાખ રૂપિયા સુધીની જ છૂટ મલશે અને જો તમારી આવક 5 લાખ રૂપિયાથી ઓછી હશે તો જ તમે ટેક્સ ફ્રી આવકનો ફાયદો ઉઠાવી શકશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે