Sanam Teri Kasam: 2016 ની ફ્લોપ ફિલ્મ રી-રિલીઝ પછી થઈ ગઈ હિટ, બોક્સ ઓફિસ પર કરી રહી છે કરોડોની કમાણી
Sanam Teri Kasam: સનમ તેરી કસમ ફિલ્મ વેલેન્ટાઈન વીકમાં ફરીથી રિલીઝ કરવામાં આવી છે. વર્ષ 2016 માં આવેલી આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી પણ હવે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી રહી છે.
Trending Photos
Sanam Teri Kasam: બોલીવુડની રોમાંટિક મ્યૂઝિકલ ફિલ્મ સનમ તેરી કસમ ફરી એકવાર ચર્ચામાં છે. આ ફિલ્મને 7 ફેબ્રુઆરી 2025 ના રોજ ફરીથી રિલીઝ કરવામાં આવી છે. 9 વર્ષ પછી સનમ તેરી કસમ ફિલ્મ રિલીઝ થઈ છે અને લોકોને આ ફિલ્મ પસંદ પડી રહી છે. હર્ષવર્ધન રાણે અને મારવા હોકેનની આ રોમાંટિક ફિલ્મ 2016 માં રિલીઝ થઈ ત્યારે સારી કમાણી કરી શકી ન હતી.
રાધિકા રાવ અને વિયન સપ્રૂના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સનમ તેરી કસમ ફિલ્મને રી-રિલીઝના પહેલા જ દિવસે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ફિલ્મની કમાણી લગભગ 4 કરોડની થઈ ગઈ છે. વીકેન્ડમાં આ આંકડો વધી જાય તેવી પણ સંભાવના છે.
વર્ષ 2016 માં આ ફિલ્મ રિલીઝ થઈ હતી. બોલીવુડની શાનદાર લવસ્ટોરીમાંથી એક આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફિસ પર ખાસ કમાણી કરી શકી નહીં. જો કે આ ફિલ્મને ઓટીટી પર દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો હતો. હવે આ ફિલ્મને સારી કમાણી થઈ રહી છે. ફિલ્મની એડવાંસ ટિકિટ પણ ખૂબ વેંચાઈ હતી તેવામાં રી-રિલીઝ પછી ફિલ્મ સારી કમાણી કરશે તેવું અનુમાન છે.
સનમ તેરી કસમ ફિલ્મના બીજા પાર્ટની પણ સત્તાવાર ઘોષણા થઈ ચુકી છે. એટલે કે થોડા સમયમાં ફરીવાર ઈંદર અને સુરુની લવસ્ટોરી જોવા મળશે. સોહમ રોકસ્ટાર એંટરટેનમેંટએ એક્ટર હર્ષવર્ધન સાથે આ ફિલ્મનું એલાન કરી દીધું હતું. જો કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે અને અન્ય કલાકારો કોણ હશે તે હજુ સુધી જાહેર થયું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે