ગુજરાત સરકારનો મોટો નિર્ણય : આ સરકારી કર્મચારીઓને હવેથી નહિ મળે મુસાફરી ભથ્થુ
Government Employee Travel Allowance Cancel : રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને આપવામાં આવતા મુસાફરી ભથ્થુ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ કર્યો છે
Trending Photos
Gujarat Government : ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. હવે પ્રાંત અધિકારી અને મામલતદારને પણ લોગબુકનો જ ઉપયોગ કરવો પડશે.
ગુજરાત સરકાર હવે સરકારી કર્મચારીઓ માટે નવા નિર્ણયો લઈ રહી છે. સામાન્ય રીતે પ્રાંત અધિકારી અને મામલતદારને સરકારી કામકાજ અર્થે ફાળવેલ સરકારી પેટ્રોલ અને ડીઝલના વાહનો માટે કાયમી ભથ્થું ચૂકવાતું હતું. જોકે આ કાયમી ભથ્થું ચૂકવવાનો 2022 નો પરિપત્ર મહેસુલ વિભાગે રદ કર્યો છે. હવે આ અધિકારીઓએ પણ લોગબુક અને તે માટેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારનું કાયમી મુસાફરી ભથ્થુ રદ કરાયું છે. આ વાહનોમાં વપરાતા પેટ્રોલ-ડીઝલની એક્ચ્યુઅલ કિંમત તેમજ દૈનિક ભથ્થું આપવામાં આવશે.
પરિપત્રમાં શું જણાવ્યું
આ અંગે સરકારે જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, મહેસૂલ વિભાગ હેઠળની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા પ્રાંત અધિકારી અને મામલતદારો સરકારી કામકાજ અર્થે ફાળવવામાં આવેલ પેટ્રોલ/ડિઝલ સંચાલિત વાહનો માટે કાયમી મુસાફરી ભથ્થું ચૂકવવામાં આવે છે. પેટ્રોલ ડિઝલના ભાવોમાં થયેલ વધારા તથા દૈનિક ભથ્થાના દરોમાં થયેલો વધારી લક્ષમાં લઈ સરકારશ્રી બરા પ્રાંત અધિકારી અને મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાના દરમાં વંચાણે લીધા કમ-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગના તા.૦૧/૦૧/૨૦૨૨ના ઠરાવથી સુધારો કરવામાં આવેલ છે.
રાજ્ય સરકારની પ્રજાલક્ષી સતત ચાલતી પ્રવૃત્તિઓ, યોજનાઓ, કાર્યક્રમોને અસરકારક બનાવવા માટે ક્ષેત્રીય કામગીરી કરતા અધિકારીઓને અવાર-નવાર સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોઈ વંચાણે લીધા ક્રમ-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગના તા.૦૧/૦૧/૨૦૨૨ના ઠરાવથી મહેસૂલ વિભાગ હસ્તકના પ્રાંત અધિકારી અને મામલતદારો ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ રાજ્ય સરકારના અન્ય અધિકારીઓની જેમ લોગબુક ઉપર લાવવાની બાબત સરકારની સક્રિય વિચારણા હેઠળ હતી.
ઠરાવ:
કાળજી પૂર્વકની પુખ્ત વિચારણાના અંતે સરકાર દ્વારા વંચાણે લીધા કમ-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગનો તા.૦૧/૦૧/૨૦૨૨નો ઠરાવ આથી રદ કરી તેની જગ્યાએ પ્રાંત અધિકારી અને મામલતદારો કે જેઓને સરકારી કામકાજ અર્થે પેટ્રોલ/ડિઝલ સંચાલિત સરકારી વાહનનો ઉપયોગ કરવાનો થતો હોય તેઓને ચૂકવવામાં આવતા કાયમી મુસાફરી ભથ્થાની જગ્યાએ લોગબુક આધારીત વાહનનો ઉપયોગ કરવા આથી ઠરાવવામાં આવે છે. વધુમાં આ અધિકારીઓ દ્વારા જે મુસાફરી કરવામાં આવે તે માટે પેટ્રોલ કે ડીઝલનો ખરેખર ખર્ચ ઉપરાંત લાગુ પડતા દરે દૈનિક ભથ્થાની બર્ચ ચુકવવાનો રહેશે.
લોગબુક આધારીત વાહનોના ઉપયોગ માટે ગુજરાત મુલ્કી સેવા (મુ.ભ.) નિયમો, ૨૦૦૨ તથા તેને બાધિન સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતી વખતો વખતની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ ઠરાવ પ્રસિધ્ધ થયા તારીખથી અમલમાં આવશે.
ઉક્ત ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની ઈ-સરકારમાં રજૂ કરેલ ફાઈલ ઉપર સરકારની તા.૨૩/૦૧/૨૦૨૫ની નોંધથી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે