57 વર્ષ બાદ માર્ચમાં બનશે ગ્રહોનો મહાસંયોગ, 5 રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, લક્ષ્મીમાતા રૂમઝૂમ કરતા આવશે, બંપર ધનલાભ થશે!
ગ્રહોના આ મહાસંયોગથી કેટલીક રાશિઓને બંપર લાભ થઈ શકે છે. કારણ કે આ ખુબ જ દુર્લભ સંયોગ હોવાનું મનાય છે. જાણો કોને કોને ફાયદો થઈ શકે છે. લકી રાશિઓ વિશે જાણો...
જ્યોતિષના દ્રષ્ટિકોણથી માર્ચ 2025નો મહિનો ખુબ ખાસ ગણવામાં આવી રહ્યો છે. કારણ કે માર્ચમાં એક મોટી ખગોળીય ઘટના ઘટવાની છે. માર્ચમાં 6 ગ્રહો મીન રાશિમાં એક સાથે આવશે જે ખુબ જ દુર્લભ સંયોગ હોવાનું મનાય છે. વાત જાણે એમ છે કે રાહુ, શુક્ર મીન રાશિમાં પહેલેથી જ બિરાજમાન હશે જ્યારે 29 માર્ચના રોજ શનિ પણ મીન રાશિમાં ગોચર કરશે અને આ સાથે જ બુધ પણ મીન રાશિમાં હશે. આ ઉપરાંત 14 માર્ચના રોજ સૂર્ય પણ મીન રાશિમાં પ્રવેશ કરશે. 28 માર્ચના રોજ ચંદ્રમા પણ મીન રાશિમાં આવશે. ત્યારબાદ 29 માર્ચના રોજ 6 ગ્રહ એક સાથે મીન રાશિમાં ભેગા થશે.
વૃષભ રાશિ
માર્ચમાં જે ગ્રહોનો જે મહાસંયોગ બની રહ્યો છે તે વૃષભ રાશિવાળા માટે ખુબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. આર્થિક લાભ થશે. આ સમય વૃષભ રાશિવાળા માટે ખુબ જ સકારાત્મક હોવાનું મનાઈ રહ્યું છે. આર્થિક સ્થિતિ સુધરશે.
મિથુન રાશિ
માર્ચ મહિનામાં ગ્રહોનો આ મહાસંયોગ મિથુન રાશિવાળાને પણ ખુબ લાભ કરાવશે. તેમનો સારો સમય શરૂ થશે. આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. નોકરીમાં ઈન્ફ્રીમેન્ટ અને પ્રમોશન મળશે.
કન્યા રાશિ
કન્યા રાશિવાળાની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. ધનલાભના યોગ બનશે. વેપારીઓને ખુબ ફાયદો થશે. શુભ સમાચાર મળશે.
મકર રાશિ
મકર રાશિવાળા માટે પણ આ ગ્રહોનો મહાસંયોગ ખુબ ફાયદાકારક રહી શકે છે. આર્થિક તંગી સામે ઝઝૂમતા લોકોને મોટી રાહત મળી શકે છે. કરજ કે ખર્ચાથી પરેશાન લોકોને મુક્તિ મળી શકે છે. પૈસા સંલગ્ન કાર્યો ઝડપથી પૂરા થશે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળાને કરિયર અને કારોબારમાં લાભ થઈ શકે છે. વ્યવસાયિક જીવનમાં ઈચ્છા મુજબ સફળતા મળશે. અધિકારી વર્ગથી પૂરેપૂરું સન્માન મળી શકે છે.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos