Heart attack: તમારા ઘરના રસોડામાં જ છે હાર્ટ એટેકનું જોખમ ઘટાડતી 5 વસ્તુઓ, ઉપયોગ કરશો તો નહીં આવે હાર્ટ એટેક
Reduce Heart Attack Risk: આજના સમયમાં દરેક ઉંમરની વ્યક્તિએ હાર્ટના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થવાની જરૂર છે. કારણ કે હાર્ટ એટેક નાની વયના લોકો માટે પણ જીવલેણ સાબિત થયો હોય તેવી અનેક ઘટના બને છે. હાર્ટને હેલ્ધી રાખવું હોય તો આ 5 વસ્તુઓ નિયમિત ખાવાનું રાખો.
Trending Photos
Reduce Heart Attack Risk: હૃદય સ્વસ્થ હોય તે આપણા માટે ખૂબ જ જરૂરી છે. જો હાર્ટને હેલ્ધી રાખવું હોય તો સારી લાઇફસ્ટાઇલ અને યોગ્ય ડાયટ ફોલો કરવી જરૂરી છે. ડાયટ ખરાબ હોય અને લાઈફસ્ટાઈલ પણ અનિયમિત હોય તો હાર્ટ અટેક આવી જતા વાર નથી લાગતી. નાની ઉંમરના લોકો માટે પણ હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિ સર્જાય તે પહેલા જ હાર્ટ હેલ્ધી રહે તેવી વસ્તુઓ ખાવાની શરૂઆત કરી દેવી જોઈએ.
જો તમે તમારા હાર્ટને હેલ્ધી બનાવી રાખવા માંગો છો તો આજે તમને 5 એવી વસ્તુઓ વિશે જણાવીએ જો તમારા ઘરના રસોડામાં જ હોય છે અને તેને ખાવાથી હાર્ટ હેલ્ધી રાખવામાં મદદ મળે છે. આ વસ્તુઓ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે. તો ચાલો તમને જણાવીએ એ પાંચ વસ્તુ વિશે જે હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકે છે.
હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે આ 5 વસ્તુઓ
તજ
ઘરના રસોડામાં રાખેલું તજ હાર્ટને હેલ્ધી રાખવા માટે ખૂબ જ જરૂરી છે. જો તમે હાર્ટને હેલ્ધી રાખવા માંગો છો તો તજનું સેવન કરો. તજમાં એવા ખાસ પોષકતત્વો હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને વધતું અટકાવે છે અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલ કરે છે.
લસણ
હાર્ટને હેલ્ધી રાખવા માટે લસણનું સેવન પણ જરૂરી છે. લસણ ખાવું ઓવરઓલ હેલ્થ માટે પણ સારો વિકલ્પ છે. લસણમાં એવા પોષક તત્વો હોય છે જે હાર્ટ રેટને સામાન્ય રાખવામાં મદદ કરે છે. સાથે જ લસણ રક્તને જામતું અટકાવે છે અને તે હાર્ટ માટે ફાયદાકારક છે.
દાળ અને કઠોળ
રોજની રસોઈમાં ઉપયોગમાં લેવાતી વિવિધ દાળ અને કઠોળ શરીર માટે વરદાન સમાન છે. દાળ અને કઠોળમાં પ્રોટીન સૌથી વધારે હોય છે અને સાથે જ તે ફાઇબરથી ભરપૂર હોય છે. તે હાર્ટ માટે હેલ્ધી માનવામાં આવે છે. દાળ અને કઠોળ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ ઓછું કરવામાં મદદ મળે છે.
આખા અનાજ
હાર્ટ એટેકનું જોખમ ઘટાડવું હોય તો ડાયટમાં અનાજનો સમાવેશ કરો. આખા અનાજથી બનેલું ભોજન ખાવાથી હેલ્થ સુધરે છે. આખા અનાજમાંથી તમે દલિયા, ખીચડી વગેરે બનાવીને ખાઈ શકો છો જે હાર્ટ હેલ્થ સારી રાખે છે.
ડ્રાયફ્રુટ
બદામ, અખરોટ જેવા ડ્રાયફ્રુટ હાર્ટ માટે સારા છે. તેને પલાળીને નિયમિત થોડી માત્રામાં પણ ખાવામાં આવે તો હાર્ટ હેલ્ધી રહે છે. રોજની ડાયટમાં ડ્રાયફ્રૂટને સામેલ કરવા જોઈએ.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે