ઓખલામાં હવે અમાનતુલ્લાહ ખાન આગળ, બીજા નંબરે જે પાર્ટી પહોંચી તે જાણીને દંગ રહી જશો

Delhi Election Result: દિલ્હીની 70 બેઠકો માટે 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું અને આજે મતગણતરી ચાલી રહી છે. ઓખલા બેઠક મુસ્લિમ બહુમતીવાળી છે. હાલ શું પરિસ્થિતિ છે તે ખાસ જાણો. 

ઓખલામાં હવે અમાનતુલ્લાહ ખાન આગળ, બીજા નંબરે જે પાર્ટી પહોંચી તે જાણીને દંગ રહી જશો

દિલ્હીમાં આજે વિધાનસભા ચૂંટણી પરિણામનો દિવસ છે. મતગણતરી ચાલુ છે અને 70 બેઠકો માટેના જે હાલ ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે તે મુજબ ભાજપ 49 બેઠક પર આગળ છે જ્યારે આમ આદમી પાર્ટી 20 બેઠકો પર આગળ છે અને કોંગ્રેસ એક સીટ પર આગળ છે. ટ્રેન્ડમાં અગાઉ મોટો ઉલટફેર જોવા મળી રહ્યો હતો કે મુસ્લિમ બહુમતીવાળી સીટ ઓખલામાં ભાજપના ઉમેદવાર મનીષ ચૌધરી આગળ હતા જ્યારે આમ આદમી પાર્ટીના વર્તમાન વિધાયક અમાનતુલ્લાહ ખાન પાછળ હતા. આ સીટ પર  અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ દિલ્હી રમખાણોના આરોપી શિફા ઉર રહેમાનને મેદાનમાં ઉતારેલો છે. આથી આમ આદમી પાર્ટી માટે રસ્તો સરળ લાગી રહ્યો નથી. 

છેલ્લે મળતી માહિતી મુજબ આપ ઉમેદવાર અમાનતુલ્લાહ ખાન 8725 મતથી આગળ છે. તેમને 74575 મત મળ્યા છે. જ્યારે બીજા નંબરે શિફા ઉર રહેમાન ખાન જોવા મળી રહ્યા છે જેમને 8850 મત મળ્યા છે અને ત્રીજા નંબરે ભાજપના ઉમેદવાર મનિષ ચૌધરી છે જેમને 8295 મત મળ્યા છે. કુલ 23 રાઉન્ડમાંથી અત્યાર સુધીમાં 4 રાઉન્ડ પૂરા થયા છે. 

આપના ઉમેદવાર અમાનતુલ્લાહ ખાન સતત ત્રીજીવાર આ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે સૌથી પહેલા વર્ષ 2015માં ચૂંટણીમાં ઓખલા સીટ જીતી હતી. 2020ની ચૂંટણીમાં અમાનતુલ્લાહે 1 લાખ 30 હજાર 367 મતથી જીત મેળવી હતી. જે તેના ભાજપ ઉમેદવાર બ્રહ્મ સિંહના 58 હજાર 540 મતના બમણા કરતા વધુ છે. મજબૂત ઉમેદવાર હોવા છતાં આ વખતે કોંગ્રેસ અને AIMIM ના ઉમેદવારના કારણે કાંટાની ટક્કર ગણાતી હતી. 

આ સીટ પર 5 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. 54.9 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુસ્લિમ મતદારોના દબદબાવાળી આ બેઠક 2015થી આપનો ગઢ રહી છે. પરંતુ પહેલા આ સીટ પર કોંગ્રેસનો કબજો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news