જાન લીલા તોરણે પાછી વળી! રાત્રે મહેંદી રસમ કરી દાંડીયા રાસ લીધા અને સવારે વરરાજાનું હાર્ટ એટેકથી મોત

Groom Death On Wedding Day : જૂનાગઢના જૈન સમાજનો યુવક જાન લઈને અમદાવાદ પહોંચ્યો... તૈયાર થઈ રહેલા વરરાજા છાતીમાં દુખાવો ઉપડયા બાદ અચાનક ઢળી પડયા અને મોત થયું... વરરાજાને હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો... ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો
 

જાન લીલા તોરણે પાછી વળી! રાત્રે મહેંદી રસમ કરી દાંડીયા રાસ લીધા અને સવારે વરરાજાનું હાર્ટ એટેકથી મોત

Junagadh Groom Heart Attack Death : ક્યારેક કેટલાક લોકો સાથે એવી ઘટના બની જતી હોય છે કે એવુ લાગે કે કુદરતનો કહેર જાણે આપણા પર જ વરસી રહ્યો છે. ત્યારે એવુ થાય છે કે આવું અમારી સાથે જ કેમ થયું. જુનાગઢના ચોક્સી પરિવાર સાથે જે થયુ તેવુ ભગવાન કોઈની સાથે ન કરે. જ્યાં દીકરાના લગ્નના ઢોલ વાગવાના હતા, તેને બદલે તેના જ મોતના મરસિયા ગાવા પડ્યા. દીકરાનો વરઘોડો નીકળે એ પહેલા જ વરરાજાના મોતના સમાચાર આવ્યા. કાળજું કઠન કરીને આ ઘટના વાંચજો. 

પરિવારની લગ્નની ખુશીઓ છીનવાઈ ગઈ
જુનાગઢના જૈન સમાજનો યુવક હર્ષિત ચોક્સીના લગ્ન અમદાવાદની કન્યા સાથે ગોઠવાયા હતા. આખો પરિવાર લગ્નના માહોલમાં વ્યસ્ત હતો. લગ્નની મહેંતી અને દાંડિયા રાસના પ્રસંગો ખુશખુશાલ રીતે ઉજવાયા હતા. જેના બાદ વરરાજા વહેલી સવારે 5 વાગ્યાના રોજ ઉઠીને લગ્ન માટે તૈયાર થઈ રહ્યો હતો, ત્યાં અચાનક હર્ષિતને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી હર્ષિત ત્યાં જ ઢળી પડ્યો હતો. 

હર્ષિતને હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આમ, પરિવારની લગ્નની ખુશીઓ એકપળમાં છીનવાઈ ગઈ હતી. તો આ ખબર મળતા જ આખા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. 

દર 7 મિનિટે એક ગુજરાતીને આવી રહ્યો છે હાર્ટ એટેક
ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે. સૌથી ડરામણી માહિતી એ છે કે, રાજ્યમાં દર 7 મિનિટે એક વ્યક્તિ હાર્ટ એટેકનો ભોગ બની રહી છે. જી હા, 108 ઈમરજન્સીના આંકડામાં આ મોટો ખુલાસો થયો છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં દર 7 મિનિટે હૃદયરોગનો એક વ્યક્તિ ભોગ બને છે. એટલે કે, હાર્ટ એટેક તો કોરોના કરતા પણ ખતરનાક કહી શકાય. ગુજરાતીઓએ કોરોનાથી નહિ, પરંતું હાર્ટ એટેકથી સાવચેત રહેવાની જરૂરી છે. હાર્ટ એટેક માટે લાઈફસ્ટાઈલ, ફાસ્ટફૂડ, માનસિક તણાવ જવાબદાર છે. 

યુવાઓમાં વધી રહ્યાં છે હાર્ટ એટેક
ગુજરાતમાં હૃદય રોગની બીમારીમાં છેલ્લા એક વર્ષમાં સતત વધારો થયો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું સામે આવ્યું છે. 108એ તાજેતરમાં જ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. 108એ વર્ષ 2023માં 72 હજાર 573 હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ 2018થી વર્ષ 2023માં સુધી કેટલા કેસ નોંધાયા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news