અહીં માત્ર 100 રૂપિયામાં ખરીદો ખુબસુરત ઘર! જગ્યા જોઈને ખુશ થઈ જશે તમારી તબિયત!
Trending Photos
નવી દિલ્હીઃ દુનિયામાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું પોતાનું એક ઘર હોય. પરંતુ આજના મોંઘવારીના યુગમાં મકાન ખરીદવું કે બનાવવું એ અઘરું કામ છે. મધ્યમ વર્ગના માણસની જીવનભરની કમાણી ઘર ખરીદવામાં જાય છે. આટલું બધું હોવા છતાં પોતાનું ઘર હોય એ દરેકનું સપનું હોય છે. પંરતુ આજે અમે તમને એક એવુ સસ્તુ ઘર બતાવીશુ જેના વિશે જાણીને તમે વિશ્વાસ નહીં કરી શકો.
જો તમને ખબર પડે કે તમને માત્ર 100 રૂપિયામાં ઘર મળી રહ્યું છે, તો શું તમે વિશ્વાસ કરશો? તમે આ વાત પર બિલકુલ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ વાત સાચી છે. જોકે આટલું સસ્તું ઘર ભારતમાં ઉપલબ્ધ નથી. આ ઘર અબ્રુઝો રાજ્યમાં પ્રૈટોલા પેલિગ્ના નામની જગ્યાએ જોવા મળે છે. પ્રૈટોલા પેલિગ્ના એપેનિત પર્વતોની વચ્ચે આવેલું છે. અહીં લોકોને રહેવા માટે માત્ર 100 રૂપિયામાં ઘર મળી રહ્યું છે. અહીંની સરકારે એક સ્કીમ શરૂ કરી છે જે હેઠળ લોકોને સસ્તા ઘર આપવામાં આવી રહ્યા છે.
સરકારની આ યોજના થોડા દિવસ પહેલા જ પ્રૈટોલા પેલિગ્નામાં શરૂ કરવામાં આવી છે. જેમને ઘરની જરૂર છે તેમની પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. સરકાર અહીં 250 મકાનો વેચવા માગે છે. જો કે, ખરીદનારને તેનું સમારકામ કરાવવું પડશે, જેના માટે ઘણા પૈસા ખર્ચ થઈ શકે છે.
ઘર ખરીદવા માટે આ છે શર્ત:
તમે આ ઘર 100 રૂપિયામાં ખરીદી શકો છો, પરંતુ તેને રિપેર કરાવવા માટે તમારી પાસે પૈસા હોવા જોઈએ. પ્રૈચોલા પેલિગ્ના ઓથોરિટી અનુસાર, જો છ મહિનામાં ઘરનું સમારકામ નહીં થાય તો ઘરના માલિકને લગભગ 9 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.
સ્કી રિસોર્ટ અને રોમ છે નજીક:
સ્કી રિસોર્ટ આ ઘરથી ખુબ જ નજીક છે. આ સિવાય રોમ પણ થોડાક કિલોમીટરના અંતરે આવેલું છે. આ પહેલા પણ ઈટાલિયન ઓથોરિટીએ ઘણી વખત એક યુરોમાં ઘર વેચવાની યોજના લાવવામાં આવી હતી. આ ઘરોની હરાજી થશે અને તેની શરૂઆત એક યુરોથી થશે. ઘરના માલિકોએ ત્રણ વર્ષમાં તેને રહેવા યોગ્ય બનાવવું પડશે. જો કોઈ ઈટાલીની બહાર રહે છે અને તે ખરીદી કરી રહ્યો છે તો તેણે 2 લાખ 62 હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે. આ પહેલા પણ અહીંની સરકારે ઘણા વધુ શહેરોમાં સસ્તા મકાનોની યોજના લાગુ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે