Vietjet Sale: માત્ર 11 રૂપિયામાં વિદેશ જવાની તક! આ એરલાઈને રજૂ કરી જબરદસ્ત ઓફર, જાણી ટિકિટ બુક કરાવવા દોડશો
વિદેશ મુસાફરી કરવાની ખુબ ઈચ્છા હોય પરંતુ મોંઘા ફ્લાઈટ ભાડાથી પરેશાન હોવ તો તમારા માટે આ સમાચાર કામના છે. જાણો વિગતો.
Trending Photos
Vietjet Airline: હવાઈ યાત્રાની વધતી ડિમાન્ડની સાથે એરોપ્લેનની ટિકિટ પણ ખુબ મોંઘી થઈ છે. પરંતુ આ વધા વચ્ચે એવિએશન કંપનીઓ અનેક ઓફરો રજૂ કરે છે. જેનો ફાયદો ઉઠાવીને તમે સસ્તામાં દેશમાં જ નહીં વિદેશ મુસાફરી કરી શકો છો. આ બધા વચ્ચે જો તમે પણ વિદેશ ઘૂમવાનો પ્લાન કરી રહ્યા હોવ તો વિયેતનામ એરલાઈન (Vietjet Airline) એ ભારતીયો માટે હોળી સેલની શાનદાર ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ ભારતીય મુસાફરો માટે વનવે ઈકોનોમી ક્લાસનું ભાડું ફક્ત 11 રૂપિયાથી શરૂ થાય છે.
શું છે ઓફર
આ ઓફર લિમિટેડ ટાઈમ પીરિયડ માટે ઉપલબ્ધ છે. જે હેઠળ તમે 28 ફેબ્રુઆરી 2025 સુધી ટિકિટ બુક કરાવી શકશો. આ ઓફર હેઠળ 10 માર્ચથી 30 સપ્ટેમ્બર 2025 વચ્ચે મુસાફરી કરી શકશો. આ ઓફર ભારતથી વિયેતનામના તમામ રૂટ પર લાગૂ થશે. જો કે સેલમાં ઓફર કરવામાં આવેલા ભાડાની રકમ સિવાય ટેક્સ અને એરપોર્ટનું અન્ય ભાડું આપવું પડશે.
આ શહેરોમાંથી મળશે ફ્લાઈટ
વિયેતજેટ એરલાઈનની ખાસ ઓફર હેઠળ ભારતીય યાત્રા નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચ્ચિ, હૈદરાબાદ અને બેંગ્લુરુથી વિયેતનામના પ્રમુખ શહેરો હનોઈ, હોચી, મિન્હ સિટી અને ડા નાંગ માટે ફ્લાઈટ લઈ શકે છે. ટિકિટ બુકિંગ વિયેતજેટની ઓફિશિયલ વેબસાઈટ (www.vietjetair.com) અને વિયેતજેટ એર મોબાઈલ એપ દ્વારા થઈ શકે છે.
કેટલાક 10 રૂટ પર શરૂ થઈ જશે ફ્લાઈટ
વિયેતજેટ એરલાઈન ભારત અને વિયેતનામ વચ્ચે સૌથી વધુ ફ્લાઈટવાળી એરલાઈન બનાવાની દિશામાં આગળ વધી રહી છે. માર્ચ 2025માં વિયેતજેટ બેંગ્લુરુ અને હૈદરાબાદથી હોચી મિન્હ સિટીને જોડનારી બે નવી સીધી ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. આ સાથે જ ભારત-વિયેતનામ વચ્ચે તેના નેટવર્કમાં કુલ 10 રૂટ થઈ જશે અને દર અઠવાડિયે 78 ફ્લાઈટ સંચાલિત થશે.
હોળીની ઉજવણી બમણી થશે
હોળીના આ ઉત્સવને ખાસ બનાવવા માટે વિયેતજેટ મુસાફરોને ફ્લાઈટમાં ખાસ મનોરંજન, ફેસ્ટિવ ગિફ્ટ અને 10,000 મીટરની ઊંચાઈ પર અનોખા સરપ્રાઈઝ આપવાનું પ્લાન કરી રહી છે. તેનાથી તમારી યાત્રા વધુ મજેદા થઈ જશે. લક્ઝરી અને પ્રીમિયર અનુભવની ચાહત રાખનારા મુસાફરો માટે વિયેતજેટ SkyBoss અને બિઝનેસ ક્લાસની સુવિધા આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે