અમેરિકામાં ભારત નહીં આ દેશના છે સૌથી વધું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, જાણો પોલીસ કેવી રીતે કરે છે ઓળખ

Illegal Immigrants: વર્ષ 2022ના આંકડા દર્શાવે છે કે ભારતમાંથી 7 લાખથી વધુ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. આમાંથી ઘણા લોકોને હવે બળજબરીથી ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે. વર્ષ 2022ના આંકડા દર્શાવે છે કે ભારતમાંથી 7 લાખથી વધુ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. 

અમેરિકામાં ભારત નહીં આ દેશના છે સૌથી વધું ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ, જાણો પોલીસ કેવી રીતે કરે છે ઓળખ

Illegal Immigrants: દરેક વ્યક્તિનું સપનું હોય છે કે અમેરિકા જઈને ત્યાં નોકરી મેળવવી, દુનિયાના તમામ દેશોના લોકો કોઈને કોઈ રીતે અમેરિકાના વિઝા મેળવવા માટે સતત પ્રયત્નો કરતા હોય છે. જો કે અમેરિકામાં રહેવું એટલું સરળ નથી, પરંતુ અહીંના વિઝા અને નાગરિકતાના નિયમો એકદમ કડક છે. આવી સ્થિતિમાં, હજારો લોકો ગેરકાયદેસર રીતે અમેરિકન સરહદમાં પ્રવેશ કરે છે અને તેમની ઓળખ છુપાવીને ત્યાં રહેવાનું શરૂ કરે છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે સેંકડો એવા લોકો પર કડક હાથે નિયમો લગાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા ભારતીયોને અમેરિકાથી બહાર કાઢવામાં આવ્યા છે, 

આ દેશના લોકો છે સૌથી વધુ

હવે જો તમે એવું વિચારી રહ્યા છો કે ભારતમાંથી સૌથી વધુ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે તો તમે ખોટા છો, કારણ કે અમેરિકા જવા માટે વિશ્વના અન્ય દેશોના લોકોમાં ઘણી હરીફાઈ છે. મેક્સિકો એવો દેશ છે જ્યાં સૌથી વધુ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. જેમની હવે ધરપકડ અને પછી દેશનિકાલ થવાનું જોખમ છે. પ્યુ રિસર્ચ સેન્ટરના આંકડા દર્શાવે છે કે અમેરિકામાં 10 મિલિયનથી વધુ લોકો ગેરકાયદેસર રીતે રહે છે. જેમાં 40 લાખથી વધુ લોકો મેક્સિકોના છે.

ભારતના ઘણા લોકો પર ખતરો તોળાઈ રહ્યો છે

વર્ષ 2022ના આંકડા દર્શાવે છે કે ભારતમાંથી 7 લાખથી વધુ લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. આમાંના ઘણા લોકોને હવે પાછા ભારત મોકલવામાં આવી રહ્યા છે, જેને દેશનિકાલ કહેવામાં આવે છે. આ લોકો પાસે અમેરિકામાં રહેવા માટે કોઈપણ પ્રકારના માન્ય દસ્તાવેજો નથી. અમેરિકાની પોલીસ તેમને પેપરલેસ કેટેગરીમાં રાખે છે.

કેવી રીતે પકડાય છે લોકો ?

હવે કેટલાક લોકોના મનમાં પણ આ સવાલ છે કે પોલીસ આવા લોકોની ઓળખ કેવી રીતે કરે છે. આ માટે પોલીસને વિવિધ પ્રકારની બાતમી મળે છે, ત્યારબાદ તે વિસ્તારમાં દરોડા પાડવામાં આવે છે અને પછી માન્ય કાગળો વિના અમેરિકામાં રહેતા લોકોને પકડવામાં આવે છે. આ લોકોને પકડ્યા બાદ પહેલા ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવે છે, આ એક પ્રકારની જેલ છે. આ પછી, તેમને તેમની નાગરિકતા અથવા માન્યતા સાબિત કરવા માટે સમય આપવામાં આવે છે, જે લોકો આમ કરવામાં નિષ્ફળ હોય, તેમને કોર્ટ દ્વારા દેશમાંથી બહાર કાઢવાનો આદેશ આપવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news