વિદેશ જવાની ઈચ્છા પૂરી કરશે ભગવાન! અમદાવાદના આ મંદિરમાં ભક્તો ભગવાન સામે મૂકે છે પાસપોર્ટ
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી બાદ ગેરકાયદે વસતા પ્રવાસીઓને વતન ભેગા કરવાનું અભિયાન જોરશોરમાં ચાલી રહ્યુ છે. જલદી વિઝા મળવામાં સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે કેટલાક એવા મંદિરોમાં લોકોની ભીડ વધી રહી છે જે વિઝાની માંગણીની ઈચ્છા પૂરી કરતા હોવાની માન્યતા છે.
Trending Photos
ભારતમાં એવા અનેક મંદિરો છે જ્યાં ભક્તો વિઝાની માંગણી સાથે દર્શન કરવા પહોંચે છે. ભગવાની સામે વિદેશ જવાની ઈચ્છા પૂરી કરવા માટે મન્નત માંગવામાં આવે છે. હાલના દિવસોમાં એચ-1બી વિઝા કાર્યક્રમ અને અમેરિકામા ભરતી સંબંધિત અનિશ્ચિતતાઓ વચ્ચે ગુજરાતના આ હનુમાન મંદિરથી લઈને પંજાબના ગુરુદ્વારા સુધી ભીડ જોવા મળી રહી છે. લોકો વિઝા મેળવવા માટે શું શું નથી કરતા? દેવતાઓને ખુશ કરવા માટે પગપાળા યાત્રા કાઢવા, હવાઈ જહાજ અને દારૂ ચડાવવા ઉપરાંત કોઈ પણ હદે જઈ શકે છે. ગુજરાતથી લઈને તમિલનાડુ અને તેલંગણાથી પંજાબ સુધી અનેક એવા મંદિરો છે જ્યાં ભક્તો વિઝા માટે મન્નત માંગવા પહોંચે છે. વિઝા માંગવા માટે લોકો 108 પરિક્રમાઓ કરવા ઉપરાંત સેકડો કિલોમીટર ચાલવા તૈયાર છે. ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ વિઝાને લઈને કડકાઈ થવાથી મંદિરોમાં ભીડ પણ વધી રહી છે.
ગુજરાતનું આ મંદિર છે પ્રખ્યાત
ગુજરાતના અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલું હનુમાનજીનું મંદિર પણ આવા જ મંદિરમાંથી એક છે જ્યાં હાલના દિવસોમાં ભીડ ઉમટી રહી છે. આ મંદિરને વિઝા હનુમાનના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં ભક્તો ભગવાન સામે પોતાનો પાસપોર્ટ મૂકે છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. TOI ના રિપોર્ટ મુજબ મંદિરના પુજારી વિજય ભટ્ટે જણાવ્યું કે અહીં આવવાથી ભક્તોની ઈચ્છા પૂરી થાય છે. ભગવાન ભક્તોની દરેક શંકા અને નિરાશા દૂર કરે છે. મંદિરમાં ભક્ત ખુલ્લા પગે 108 પરિક્રમા કરે છે. અનુષ્ઠાન કરી વિદેશ જવાની મન્નત માંગવામાં આવે છે.
પંજાબના જલંધરમાં હવાઈ જહાજ ગુરુદ્વારા
કઈક આવો જ નજારો તેલંગણાના રંગા રેડ્ડી જિલ્લામાં આવેલા ચિલકુરના બાલાજી મંદિરમાં જોવા મળે છે. અહીં રોજ લગભગ હજાર જેટલા ભક્તો આવે છે જે વિદેશ જવા માટે મન્નત માંગે છે. ભક્તોનું માનવું છે કે અહીં આવવાથી ભક્તોની વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય છે. એટલું જ નહીં ભગવાન ભક્તોની ધન ધાન્યની ઈચ્છાઓ પણ પૂરી કરે છે. પંજાબના જલંધર જિલ્લામાં આવેલા ગામ તલહનમાં શહીદ બાબા નિહાલ સિંહ ગુરુદ્વારા છે. તેને હવાઈ જહાજ કે વિઝા વાળા ગુરુદ્વારા પણ કહે છે. અહીં ગુરુદ્વારા હવાઈ જહાજના રમકડાથી ભરેલું છે. Conde Nast ના રિપોર્ટ મુજબ અહીં અમેરિકા જવા ઈચ્છુક વિદ્યાર્થીઓ, કામકાજી વ્યવસાયિકો અને ઉત્સુક પરિવારોની રોજ ભીડ લાગે છે. શ્રદ્ધાળુઓ હવાઈ જહાજ રૂપી રમકડા ભેટ કરીને વિદેશ જવા માટે મન્નત માંગે છે. વિઝા માટે અરજી કરતાની સાથે જ લોકો અહીં પહોંચે છે.
અત્રે જણાવવાનું કે 2023માં હિન્દી ફિલ્મ ડંકી રિલીઝ થઈ હતી. જેના એક દ્રશ્યમાં શાહરૂખ ખાન અને તાપસી પન્નુ પ્રાર્થના કરતા જોવા મળે છે આ સીન આ જ એરોપ્લેન ગુરુદ્વારામાં ફિલ્માવવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ વિઝા દેવતા છે. આ મંદિરને શ્રી સિદ્ધિ પીઠ ચમત્કારિક હનુમાન મંદિર કહેવામાં આવે છે અને તે દક્ષિણ દિલ્હીના નેબ સરાયમાં છે. અહીં આવનારા ભક્તો વિઝા મેળવવા માટે માંસ, લસણ અને ડુંગળી પણ ચડાવે છે. મંદિરના પૂજારી નારાયણ મિશ્રાના જણાવ્યાં મુજબ ભક્તો વિઝા માટે 14 દિવસ સુધી દારૂ, માસ, ડુંગળી અને લસણ ત્યાગે છે.
દિલ્હીમાં બે જગ્યાએ વિઝા મંદિર
વિઝા દેવતા કર્નોટ પ્લેસમાં બાબા ખડકસિંહ માર્ગ પર છે. આ પ્રાચીન હનુમાન મંદિર છે. એક રસપ્રદ વાત છે જે આ મંદિરને અન્ય કરતા અલગ કરે છે. આ મંદિરમાં બાજુમાં જ ભક્તોને એક અરજીકેન્દ્ર જોવા મળશે. VFS ગ્લોબલ અરજી કેન્દ્ર મંદિરથી 100 મીટરના અંતરે છે. ચેન્નાઈમાં લક્ષ્મી વિઝા મંદિર છે. અહીં પણ લોકો વિઝા માટે પ્રાથર્ના કરવા આવે છે. લોકો પોતાની સાથે અગરબત્તી અને પાસપોર્ટ લઈને આવે છે. એવી માન્યતા છે કે અહીં આવવાથી ભક્તોની વિદેશ જવાની ઈચ્છા પૂરી થાય છે. અત્રે જણાવવાનું કે ડોનાલ્ડ ટ્રમ્પના વ્હાઈટ હાઉસમાં પાછા ફર્યા બાદ અમેરિકામાં અનિશ્ચિતતાઓને પગલે કેટલાક વિશેષ વિઝા મંદિરોમાં ભક્તોની લાઈન લાંબી પણ જોવા મળી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે