illegal Indian immigrants: પુત્ર-પુત્રવધૂએ કંઈ જણાવ્યું નહીં.... ધ્રુસકે ધ્રુસકે રડતા-રડતા બોલ્યા ગુજરાતી માતા

illegal Indian immigrants: અમેરિકન મિલિટરી પ્લેન બુધવારે બપોરે 104 ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને અમૃતસર પહોંચ્યું હતું. તેમની વચ્ચે એક 4 વર્ષની બાળકી પણ છે. યુએસ આર્મીના C-17 એરક્રાફ્ટ દ્વારા આવેલા ભારતીયોમાં પંજાબ અને હરિયાણાના 30-30, ગુજરાતના 30, મહારાષ્ટ્રના 3 અને ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના 2-2નો સમાવેશ થાય છે.

 illegal Indian immigrants:  પુત્ર-પુત્રવધૂએ કંઈ જણાવ્યું નહીં.... ધ્રુસકે ધ્રુસકે રડતા-રડતા બોલ્યા ગુજરાતી માતા

illegal Indian immigrants: અમેરિકાનું સૈન્ય વિમાન બુધવારે બપોરે ગેરકાયદેસર ભારતીયોને લઈને અમૃતસરમાં ઉતર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યભાર સંભાળ્યા બાદ દેશના પ્રવાસીઓ પર આ પ્રથમ કાર્યવાહી છે. વિમાનમાં કુલ 104 ડિપોર્ટ કરવામાં આવેલા લોકોમાં સૌથી વધુ 30-30 લોકો હરિયાણા અને ગુજરાતના છે. જ્યારે 30 લોકો પંજાબના છે. તેમાંથી એક ચાર વર્ષની બાળકી પણ છે. પંજાબ પોલીસની સુરક્ષા વચ્ચે અમેરિકી સૈન્ય વિમાન બુધવારે અમૃતસરના શ્રી ગુરૂ રામ દાવ જી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યું હતું. 

પુત્રની વાપસી પર માતાનું દર્દ છલકાયું
એરપોર્ટ ઓથોરિટી પ્રમામે આ લોકોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. અહીંથી ઇમિગ્રેશન અને કસ્ટમથી ક્લિયરેન્સ બાદ પંજાબ પોલીસને સોંપી દેવામાં આવશે. પરંતુ ગુજરાતના ગાંધીનગરથી કથીત રીતે ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા ભારતીય નાગરિકમાંથી એકના માતાએ કહ્યું કે તેના વિશે કંઈ ખબર નથી. આંખમાં આંસુ સાથે માતાએ કહ્યું કે પુત્ર તો કમાવા માટે ગયો હતો. તેમણે કહ્યું કે પુત્ર અને પુત્રવધૂ સિવાય તેમના પરિવારમાં કોઈ નથી અને પુત્ર એકલો કમાનાર છે. 

માતાએ કહ્યું- મને કંઈ જણાવવામાં આવ્યું નથી. મારા પરિવારમાં પુત્ર, પુત્રવધૂ અને મારા પૌત્ર સિવાય કોઈ નથી. તેણે મારી સાથે ક્યારેય ફોન પર વાત કરી નથી. આ બધા લોકો કહી રહ્યાં છે કે તે પરત આવી જશે પરંતુ મને કંઈ ખબર નથી. 

— ANI (@ANI) February 5, 2025

ટ્રમ્પનું નિવેદન
ગયા મહિને ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સામે વોશિંગ્ટનની આ પ્રથમ કાર્યવાહી છે. બીજી વખત સત્તા સંભાળ્યાના કલાકોમાં જ ટ્રમ્પે જન્મજાત નાગરિકતા ખતમ કરવાનો અને યુએસ-મેક્સિકો સરહદ પર સૈનિકો તૈનાત કરવાનો નિર્ણય લીધો હતો.

અમેરિકામાં કેટલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સ છે?
યુએસ પ્રમુખે ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી કરવાની પ્રતિજ્ઞા લીધી છે, જે તેમના પ્રમુખપદની ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો પણ છે. પ્યુ રિસર્ચ સેન્ટરના ડેટા અનુસાર, અમેરિકામાં લગભગ 7,25,000 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ રહે છે. આ નંબર મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી ત્રીજા સ્થાને છે. (IANS ઇનપુટ્સ સાથે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news