આ શહેરમાં અચાનક આકાસમાંથી વરસ્યા સેંકડો કરોળિયા, આ ડરામણી ઘટના પાછળ શું હકીકત?
Hundreds of Spiders Swarm The Sky in Brazil: તાજેતરમાં એક શહેરમાં એક વિચિત્ર અને ડરામણી ઘટના સામે આવી છે. જ્યારે સેંકડો કરોળિયા આકાશમાંથી પડતા જોવા મળ્યા. આ દ્રશ્ય કોઈ હોરર ફિલ્મ જેવું લાગી રહ્યું હતું.
Trending Photos
Hundreds of Spiders Swarm The Sky in Brazil: બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યના નાના શહેર સાઓ થોમે દાસ લેટ્રાસમાં તાજેતરમાં એક ખૂબ જ વિચિત્ર અને ડરામણી ઘટના સામે આવી છે. સ્થાનિક લોકો અને ઓનલાઈન દર્શકોને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સેંકડો કરોળિયા આકાશમાંથી પડતા જોવા મળ્યા. આ દ્રશ્ય કોઈ હોરર ફિલ્મ જેવું લાગી રહ્યું હતું. આ અસામાન્ય દ્રશ્ય માત્ર સ્થાનિક લોકો જ નહીં પણ સોશિયલ મીડિયા પર જોનારાઓને પણ ચોંકાવી દીધા હતા. આ ઘટના ખૂબ જ વાયરલ થઈ અને ઈન્ટરનેટ પર દરેક જગ્યાએ ચર્ચાનો વિષય બની ગઈ, પરંતુ તે સંપૂર્ણપણે કુદરતી ઘટના હતી, જેનું કારણ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે.
કેમ થયો "કરોળિયા"નો વરસાદ?
જો કે, આ દ્રશ્ય લોકો માટે ડરામણું હતું, પરંતુ નિષ્ણાતોના મતે આ ઘટના સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા છે. જીવવિજ્ઞાની કેયરોન પાસોસના જણાવ્યા મુજબ, આ કરોળિયા તેમની પ્રજનન પ્રક્રિયાના હેઠળ એક વિશાળ જાળામાં એકઠા થાય છે, જેનાથી એવું લાગે છે કે તેઓ આકાશમાંથી પડી રહ્યા છે. માદા કરોળિયામાં સ્પર્માથેકા નામનું એક ખાસ અંગ હોય છે, જે તેમને ઘણા નર કરોળિયાના શુક્રાણુઓને સંગ્રહિત કરવાની ક્ષમતા આપે છે. આનાથી તેઓ તેમના ઇંડાને વિવિધ નર કરોળિયાના શુક્રાણુઓ સાથે નિષેચિત કરી શકે છે, તેમના સંતાનોને મજબૂત અને વૈવિધ્યસભર બનાવે છે.
કરોળિયાનું સામાજિક જીવન અને કોલોની નિર્ણાણ
વૈજ્ઞાનિક આર્કિયોલોજિસ્ટ એના લુસિયા ટૌરિન્હોના જણાવ્યા મુજબ મોટાભાગના કરોળિયા એકલા રહેવાનું પસંદ કરે છે, પરંતુ કેટલીક પ્રજાતિઓ સામૂહિક જીવન જીવે છે. આ કરોળિયા પરિવારોમાં રહે છે, જ્યાં માતા અને પુત્રીઓ શિકારને પકડવા અને ખોરાક વહેંચવા માટે સાથે મળીને કામ કરે છે. ખાસ કરીને સ્ટેગોડાયફસ અને અનેલોસિમસ જેવી પ્રજાતિઓ મોટા સામૂહિક જાળા બનાવે છે અને તેમની વસાહતનું રક્ષણ કરે છે.
શું આ ઘટના પહેલા પણ થયેલી?
રસપ્રદ વાત એ છે કે, મિનસ ગેરેસમાં આવી ઘટના પહેલીવાર નથી બની. વર્ષ 2019માં પણ આવો જ સ્પાઈડર વરસાદ જોવા મળ્યો હતો, જેણે આખા શહેરને ચોંકાવી દીધું હતું. આ વખતે પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને જોઈને ચોંકી ગયા છે.
સોશિયલ મીડિયા પર તહેલકા
આ સ્પાઈડર વરસાદનો વીડિયો સામે આવતા જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ જોઈને લોકો ભય અને રોમાંચથી ભરાઈ ગયા અને આ ઘટનાને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા. કેટલાક લોકોએ તેને કુદરતી અજાયબી ગણાવી તો કેટલાક લોકોએ તેને ભયાનક નજારો ગણાવ્યો. આવી ઘટનાઓ કુદરતની અદભૂત અને રહસ્યમય શક્તિ દર્શાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે