બે વર્ષનો રેકોર્ડ 2 મિનિટથી તોડ્યો! ગિરનાર ચઢવાની સ્પર્ધામાં ઉત્તરાખંડના સ્પર્ધકે રચ્યો ઈતિહાસ
ઉતરાખંડ થી આવેલા દિગંબર સિંધ નામના સ્પર્ધકે 53.28 મિનિટમાં પ્રથમ ક્રમાંકે આવી રેકોર્ડ પોતાના નામે કર્યો પણ સાથે સાથે પાછલા બે વર્ષોનો રેકોર્ડ પણ તોડ્યો છે. 2022 માં જૂનાગઢના પરમાર લાલાએ 55.30 મિનિટમાં ગિરનાર સર કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો જે રેકોર્ડ બે વર્ષ બાદ ઉત્તરાખંડના આ નવયુવાને પહેલી વખતના જ પ્રયાસમાં તોડી નાખ્યો છે.
Trending Photos
અશોક બારોટ/જૂનાગઢ: આજે વહેલી સવારે 570 સ્પર્ધકોએ ગિરનારને સર કરવા માટે દોટ મૂકી હતી. આજે 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા અલગ અલગ રાજ્યો માંથી આવેલા સ્પર્ધકોએ ગિરનારને આવવા માટે દોડ લગાવી હતી અને તેમાં પ્રથમ વખત જ ગિરનારની આ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકને સફળતા મળી છે. આ સાથે આ પહેલી વખત ભાગ લેનાર સ્પર્ધકે ગત બે વર્ષનો રેકોર્ડ બે મિનિટથી તોડ્યો છે.
ઉત્તરાખંડના સ્પર્ધકે ગત વર્ષનો રેકોર્ડ તોડયો
ઉતરાખંડ થી આવેલા દિગંબર સિંધ નામના સ્પર્ધકે 53.28 મિનિટમાં પ્રથમ ક્રમાંકે આવી રેકોર્ડ પોતાના નામે કર્યો પણ સાથે સાથે પાછલા બે વર્ષોનો રેકોર્ડ પણ તોડ્યો છે. 2022 માં જૂનાગઢના પરમાર લાલાએ 55.30 મિનિટમાં ગિરનાર સર કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો જે રેકોર્ડ બે વર્ષ બાદ ઉત્તરાખંડના આ નવયુવાને પહેલી વખતના જ પ્રયાસમાં તોડી નાખ્યો છે.
પ્રથમ ક્રમાંક મેળવનારને એક લાખનું રોકડ પુરસ્કાર
પ્રથમ ક્રમાંકે જે પણ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં સફળ થાય છે તેમને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. ત્યારે સિનિયર ભાઈઓ માં 1 થી 10 , જુનિયર ભાઈઓમાં 1 થી 10 , સિનિયર બહેનોમાં 1 થી 10 , જુનિયર બહેનોમાં 1 થી 10 એમ કુલ 40 સ્પર્ધકોને કુલ 19 લાખના ઇનામ આપવામાં આવે છે.
આટલા નોંધાયા છે સ્પર્ધકો
સિનિયર ભાઈઓ - 245
સિનિયર બહેનો - 87
જુનિયર ભાઈઓ - 157
જુનિયર બહેનો - 81
એમ કુલ 570 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
પ્રથમ 1 થી 3 ક્રમાંકે આવનાર સ્પર્ધકો
સિનિયર ભાઈઓ
1... દિગંબર સિંઘ
સમય : 00:53:28
રાજ્ય : ઉતરાખંડ
2... નિષાદ લલિતકુમાર મીઠાલાલ
સમય : 00:54:44
રાજ્ય : ગુજરાત
3.... વાઘેલા શૈલેષભાઈ મનસુખભાઈ
સમય : 00:55:07
રાજ્ય : ગુજરાત
સિનિયર બહેનો
1... તામસી સિંઘ
સમય : 00:32:34
રાજ્ય : ઉત્તર પ્રદેશ
2.... મીનાક્ષી નેગી
સમય : 00:33:55
રાજ્ય : ઉત્તરાખંડ
3.. નિધિ નેગી
સમય : 00:34:19
રાજ્ય : ઉતરાખંડ
જુનિયર ભાઈઓ
1... બબલુ સિસોદિયા
સમય : 00:56:41
રાજ્ય : ઉત્તર પ્રદેશ
2... હરિકેશ
સમય : 00: 58:43
રાજ્ય : હરિયાણા
3.... શશી રાજ
સમય : 01:00:31
રાજ્ય : બિહાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે