'ટીમ ઈન્ડિયા'એ રચ્યો ઈતિહાસ, સાઉથ આફ્રિકાને 9 વિકેટ હરાવીને જીત્યો અંડર-19 T20 વર્લ્ડ કપ
Team India: ભારતીય મહિલા ટીમે અંડર-19 T20 વર્લ્ડ કપની ટ્રોફી કબજે કરી લીધી છે. ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું છે. ભારતે રવિવારે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને સતત બીજી વખત ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
Trending Photos
Team India: ભારતીય મહિલા ટીમે અંડર-19 T20 વર્લ્ડ કપની ટ્રોફી કબજે કરી લીધી છે. ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટે હરાવ્યું છે. ભારતે રવિવારે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને સતત બીજી વખત ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. દક્ષિણ આફ્રિકાના 83 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 52 બોલ બાકી રહેતા 11.2 ઓવરમાં એક વિકેટે 84 રન બનાવીને આસાન વિજય નોંધાવ્યો હતો.
ગોંગાડી ત્રિશાએ કર્યો કમાલ
ગોંગાડી ત્રિશાએ 33 બોલમાં અણનમ 44 રન બનાવી ભારત તરફથી સૌથી વધુ સ્કોરર રહી હતી. સાનિકા ચાલ્કેએ પણ 22 બોલમાં 26 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ પહેલા ત્રિશા (15 રનમાં ત્રણ વિકેટ)ના નેતૃત્વમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 82 રનમાં સમેટાઈ ગઈ હતી. પારુનિકા સિસોદિયા (છ રનમાં બે વિકેટ), આયુષી શુક્લા (નવ રનમાં બે વિકેટ) અને વૈષ્ણવી શર્મા (23 રનમાં બે વિકેટ)એ પણ શાનદાર બોલિંગ કરી અને બે-બે વિકેટ લીધી.
દક્ષિણ આફ્રિકાએ સતત વિકેટ ગુમાવી
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી અને માઈકી વાન વૂર્સ્ટ (23) સૌથી વધુ સ્કોરર હતી. ટીમના માત્ર ચાર બેટ્સમેન બે આંકડા સુધી પહોંચી શક્યા હતા જ્યારે ચાર બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને 2023માં પ્રથમ ICC મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો હતો.
U19 T20 વર્લ્ડ કપ 2025માં ભારતનું પ્રદર્શન
1. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતે 9 વિકેટથી જીતી મેચ
2. મલેશિયા સામે ભારતે 10 વિકેટથી જીતી મેચ
3. શ્રીલંકા સામે ભારતે 60 રનથી જીતી મેચ
4. બાંગ્લાદેશ સામે ભારતે 8 વિકેટથી જીતી મેચ
5. સ્કોટલેન્ડ સામે ભારતે 150 રનથી જીતી મેચ
6. ઈંગ્લેન્ડ સામે (સેમી-ફાઈનલ) ભારતે 9 વિકેટથી જીતી મેચ
7. દક્ષિણ આફ્રિકા સામે (ફાઇનલ) ભારતે 9 વિકેટથી મેચ જીતી
સારું ઓલરાઉન્ડ પ્રદર્શન
ગોંગાડી ત્રિશાએ ફાઇનલમાં ખૂબ જ સારું ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું, જેના કારણે ભારતે દક્ષિણ આફ્રિકા સામે નવ વિકેટથી જીત નોંધાવી અને સતત બીજી વખત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ગોંગાડી ત્રિશાએ અણનમ 44 રન બનાવ્યા અને ભારતે 11.2 ઓવરમાં 83 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. ભારતીય અંડર-19 ટીમે રિચા ઘોષની કપ્તાનીમાં બે વર્ષ પહેલા જીતેલા ખિતાબનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. જેમ જેમ અંતિમ ક્ષણ નજીક આવી સ્ક્વેર લેગ બાઉન્ડ્રી પાસે એકઠી થયેલી આખી ટીમ ઉજવણી કરવા લાગી અને ખુશીથી મેદાન તરફ દોડી. ભારતીય રાષ્ટ્રધ્વજમાં લપેટાયેલી ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટરોએ ટાઈટલ જીતનું સ્વાગત કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે