મહારાષ્ટ્રમાં એક દુર્લભ કેસ...માતાના પેટમાં ઉછરી રહેલા બાળકમાં મળ્યું ભ્રૂણ, ડોક્ટરો હેરાન-પરેશાન

Maharashtra Rare Case: મહારાષ્ટ્રમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ગર્ભવતી મહિલાના પેટમાં ઉછરી રહેલા બાળકમાં ભ્રૂણ મળી આવ્યું છે. તેની પાછળ ડોક્ટરોએ એક ખાસ કારણ જણાવ્યું છે. જાણો આ બાબત વિશે.

મહારાષ્ટ્રમાં એક દુર્લભ કેસ...માતાના પેટમાં ઉછરી રહેલા બાળકમાં મળ્યું ભ્રૂણ, ડોક્ટરો હેરાન-પરેશાન

Maharashtra News: મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક મહિલા 35 અઠવાડિયાની ગર્ભવતી હતી, સામાન્ય સ્કેન દરમિયાન જાણવા મળ્યું હતું કે તેના ગર્ભમાં બાળકની અંદર પણ એક ગર્ભ હતો. આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. ગર્ભાશયમાં બાળકના વિકાસને લઈને પહેલા પણ ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. 32 વર્ષીય ગર્ભવતી મહિલા મૂળ બુલઢાણા જિલ્લાની વતની છે. નિષ્ણાતોના મતે આ ખૂબ જ દુર્લભ સ્થિતિ માનવામાં આવે છે, જ્યારે ગર્ભની અંદર વિકૃત ગર્ભ આવી જાય છે.

વાસ્તવમાં 35 અઠવાડિયાની ગર્ભવતી મહિલા તેના નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં આવી હતી, ત્યારે જ મહિલાને આ વિશે ખબર પડી. મહિલાની સોનોગ્રાફી કરવામાં આવી, રિપોર્ટ આવ્યા બાદ ડોક્ટરોને ખબર પડી કે ગર્ભની અંદર પણ કંઈક છે. આ પછી જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે ગર્ભમાં ઉછરી રહેલા બાળકની અંદર એક ભ્રૂણ હતો. રિપોર્ટ અનુસાર, તે જ હોસ્પિટલના ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટ ડૉ. પ્રસાદ અગ્રવાલે 'ભ્રૂણમાં ભ્રૂણ'ને દુર્લભ કેસ ગણાવ્યો હતો.

5 લાખ મહિલાઓમાં 1ની સાથે થાય છે આવું!
તેમણે કહ્યું કે આવું 5 લાખમાંથી એક ગર્ભવતી મહિલાને થાય છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાંથી પ્રસવ પછી આવા લગભગ 200 કેસ નોંધાયા છે. ભારતની વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ 10-15 કેસ નોંધાયા છે. ડોકટરોના જણાવ્યા મુજબ આવા કિસ્સાઓ ભાગ્યે જ પ્રથમ પકડમાં આવ્યા છે. ડિલિવરી પછી જ આવા કેસ શોધી કાઢવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news