જયેશ રાદડિયાએ ધડાકો! કહ્યું; 'જેતપુરના એક નેતાએ પક્ષ વિરોધી કામ કર્યું છે, સમય આવ્યે નામ જાહેર કરીશ'
જેતપુર ભાજપમાં ચાલતો જૂથવાદ ખુલીને આવ્યો સામે, ધારાસભ્ય જયેશ રાદડિયાએ નામ લીધા વગર પ્રશાંત કોરાટ પર સાધ્યું નિશાન. કહ્યું- જેતપુરના એક નેતાએ પક્ષ વિરોધી કામ કર્યું છે, સમય આવ્યે નામ કરીશ જાહેર.
Trending Photos
ઝી બ્યુરો/જેતપુર: સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી જાહેરાત બાદ ભાજપ મોવળી મંડળ દ્વારા જેતપુર નગરપાલિકાના 11 વોર્ડના 44 બેઠકો માંથી 42 ઉમેદવારોના મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જ્યારે 2 ઉમેદવારોના મેન્ડેટ બાકી હતા,જ્યારે બે ઉમેદવારોના મેન્ડેટ બાકી હતા. તેમાં એક મેન્ડેટ પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાના નામનું આપવાની વાત હતી, પરંતુ મેન્ડેટ છેલ્લી ઘડી સુધીના આવતા પૂર્વ પ્રમખેની નારાજગી સામે આવી હતી.
સાથે પૂર્વ પ્રમુખ દ્વારા 42 ઉમેદવારોની એક બેઠક બોલાવી હતા. જેમાં તમામ ઉમેદવારોએ પૂર્વ પ્રમખ ને સમર્થન જાહેર કર્યું હતું,ત્યારેબાદ ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા ડેમેજ કંટ્રોલ શરૂ કરીને પોતાના નિવાસ સાથે નારાજ પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાનો સાથે રાખી બેઠક કરીને પૂર્વ પ્રમુખને મનાવવામાં સફળતા જયેશ રાદડિયાને મળી હતી,અને ઘીના ઠામમાં ઘી પડ્યું હતું,ત્યારેબાદ એક પ્રેસ કોન્ફ્રરન્સ કરીને પૂર્વ પ્રમુખ ની ટીકીટ કાપવા બાબતે મોટો આરોપ પૂર્વ સુરેશ સખરેલીયા કર્યો હતો.
નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપના યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ કર્યા હતા કે તેમાં કહેવાથી મારી ટીકીટ કપાય હતી,સાથે જયેશ રાદડિયા અને સુરેશ સખરેલીયા વચ્ચે અંતર રાખવા માટે પ્રયાસ થયો હોવાના આક્ષેપ કર્યા હતા,જેતપુરમાં ભાજપ પાર્ટીને પતાવવા માટે ખેલ પાડ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો,સમય આવે પાર્ટી માં પણ ફરિયાદ કરશે તેવું નિવેદન આપ્યું હતું,
સાથે જ જયેશ રાદડિયાએ પણ નિવેદન આપ્યું હતું કે જે કોઈ પ્રશ્ન હતો તે પૂરો કરીને ઘરની વાત ઘરમાં રહી છે, સાથે જયેશ રાદડિયાએ પણ આડકતરી રીતે નામ લીધા વગર નિશાન પ્રશાંત સામે સાધ્યું હતું અને જેતપુરના જ એક પાર્ટીના આગેવાને નબળું દેખાડવાનો પ્રયાસ કર્યો હોવાનું કહ્યું હતું. તેમજ જયેશ રાદડિયાનું નબળું દેખાડવા માટે પ્રયાસ થયાં હોઈ શકે તેમ કહીને સમયે આવ્યે નામ આપીશ તેવું કહ્યું હતું.
સાથે જ નગરપાલિકામાં ફરી ભાજપ સત્તા ઉપર આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, ત્યારે જેતપુર ભાજપમાં અંદર ખાને જૂથવાદ સામે આવ્યો હોઈ તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે