Jio યુઝર્સને હવે મોજે દરિયા! 2 વર્ષ માટે આ સુવિધા કરી નાંખી ફ્રી ફ્રી ફ્રી... 2 વર્ષમાં બચશે 3600 રૂપિયા
Reliance Jio YouTube Premium Plan: જિયોએ પોતાના યૂઝર્સ માટે એક ખાસ ઓફર શરૂ કરી છે. આ ઓફર અમુક ખાસ યૂઝર્સ માટે છે. આ ઓફર હેઠળ તમે પૈસા ખર્ચ કર્યા વિના 2 વર્ષ સુધી ફ્રીમાં YouTube Premium ની મઝા માણી શકો છો. ચલો જાણીએ તેના વિશે...
Trending Photos
Reliance Jio Offer: દેશના જાણીતા બિઝનેસમેન અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ જિયો યૂઝર્સને મોટી ભેટ આપી છે. જો તમે જિયોફાઈબર કે જિયોએરફાઈબર યૂઝર છો તો તમારા માટે એક સારા સમાચાર છે. જિયોએ પોતાના યૂઝર્સ માટે એક ખાસ ઓફર શરૂ કરી છે. આ ઓફર હેઠળ તમે પૈસા ખર્ચ કર્યા વિના 2 વર્ષ સુધી ફ્રીમાં YouTube Premium ની મઝા લઈ શકો છો. આ ઓફર એટલા માટે ખાસ છે કારણ કે યૂટ્યૂબ પ્રીમિયમ એક પેડ સર્વિસ છે અને તેની કિંમત દર મહિને 149 રૂપિયા છે. જિયોની આ ઓફર સાથે તમે 2 વર્ષમાં લગભગ 3600 રૂપિયા બચાવી શકો છો. ચલો તમને જિયોના આ ઓફર વિશે જણાવીએ...
આ ઓફર શું છે?
રિલાયંસ જિયોએ પોતાના ગ્રાહકો માટે એક નવી ઓફર શરૂ કરી છે. આ ઓફર હેઠળ જિયોફાઈબર અને જિયોએરફાઈબરના અમુક ખાસ પ્લાન લેનાર ગ્રાહકોને 24 મહિના એટલે કે 2 વર્ષ માટે YouTube Premium મેમ્બરશિપ બિલકુલ ફ્રીમાં આપશે. યૂટ્યૂબ પ્રીમિયમમાં તમને કોઈ પણ જાતની જાહેરાતનો વીડિયો જોવા, વીડિયો ડાઉનલોડ કરવાની અને બેકગ્રાઉન્ડમાં મ્યૂઝિક સાંભળવા જેવી ઘણી સુવિધાઓ મળે છે. તેના સિવાય તમે યૂટ્યૂબ મ્યૂઝિક પ્રીમિયમ પર 100 મિલિયનથી વધારે ગીત સાંભળી શકો છો.
Enjoy ad-free YouTube on your big screen with JioAirFiber & JioFiber.
Get 24 months of YouTube Premium today.#JioAirFiber #JioFiber #YouTubePremium #WithLoveFromJio pic.twitter.com/JN864Ki7UP
— Reliance Jio (@reliancejio) January 11, 2025
કયા પ્લાનમાં મળેશે આ ઓફર?
આ ઓફર 888 રૂપિયા, 1199 રૂપિયા, 1499 રૂપિયા, 2400 રૂપિયા અને 3499 રૂપિયાવાળા પ્લાન્સ પર ઉપલબ્ધ છે. જો તમે આમાંથી કોઈ પણ પ્લાન લો છો તો તમને યૂટ્યૂબ પ્રીમિયમનું 24 મહીનાનું ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ ઓફર 11 જાન્યુઆરીથી શરૂ થઈ છે.
કેવી રીતે એક્ટિવ કરશો આ ઓફર?
આ ઓફરને એક્ટિવ કરવા માટે તમારે MyJio એપમાં જવાનું રહેશે. જ્યાં તમને YouTube Premium નું બેનર મળશે. તેના પર ક્લિક કરીને અને પોતાના યૂટ્યૂબ એકાઉન્ટથી લોગઈન કરીને તમે આ ઓફરનો લાભ ઉઠાવી શકો છો. આ સર્વિસ જિયોના સેટ ટોપ બોક્સ સહિત તમામ ડિવાઈસો પર એક્સેસ કરી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે