હવે ગુજરાતના આ શહેરોથી મહાકુંભ માટે સરકાર દોડાવશે વોલ્વો બસ, નવા ટુરિસ્ટ પેકેજની જાહેરાત
Chalo Kumbh : પ્રયાગરાજ કુંભમાં જવા માગતા શ્રદ્ધાળુઓ માટે મોટી જાહેરાત.. રાજ્ય સરકાર અમદાવાદથી વધુ એક બસ સાથે સુરત, વડોદરા અને રાજકોટથી શરૂ કરી બસ સેવા.. પ્રતિ વ્યક્તિના ભાડામાં પણ કરાયો ઘટાડો..
Trending Photos
Gujarat To Kumbhmela : ગુજરાતથી પ્રયાગરાજ માટે વધુ બસ દોડાવવાનો નિર્ણય....મહાકુંભ માટે રાજ્ય સરકાર વધુ 5 બસની કરશે શરૂઆત...4 ફેબ્રુઆરીથી વધુ 5 બસ પ્રયાગરાજ માટે દોડાવાશે..સુરતથી 2, અમદાવાદ, વડોદરા, રાજકોટથી 1-1 બસ ઉપડશે.... એસટી નિગમની વેબસાઈટ પરથી કરી શકાશે બુકિંગ...મહાકુંભમાં રહેવાની વ્યવસ્થા યાત્રિકોએ કરવાની રહેશે.
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શન માં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે.
•તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવીન ૫ બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ… pic.twitter.com/WbCG3wx309
— Harsh Sanghavi (@sanghaviharsh) February 2, 2025
ગુજરાતથી પ્રયાગરાજ માટે વધુ બસ દોડાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મહાકુંભ માટે રાજ્ય સરકાર વધુ 5 બસ દોડાવશે. 4 ફેબ્રુઆરીથી વધુ 5 બસ પ્રયાગરાજ માટે દોડાવાશે. જેમાં સુરતથી 2, અમદાવાદ, વડોદરા, રાજકોટથી 1-1 બસ રહેશે. આજે સાંજના 5 વાગ્યાથી ટિકિટ બુકિંગ કરી શકાશે. એસટી નિગમની વેબસાઈટ પરથી બુકિંગ કરી શકાશે.
- અમદાવાદથી ~7,800 રૂપિયાનું પેકેજ
- સુરતથી 8,300 રૂપિયાનું પેકેજ
- વડોદરાથી ~8,200 રૂપિયાનું પેકેજ
- રાજકોટથી 8,800 રૂપિયાનું પેકેજ
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવેલ છે. તા: ૦૪/૦૨/૨૦૨૫ થી નવી 5 બસો (અમદાવાથી વધુ ૧, સુરતથી ૨, વડોદરાથી ૧ અને રાજકોટથી ૧ બસ) શરુ કરવામાં આવશે. સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) મુકામે કરવામા આવનાર છે. તો અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામા આવનાર છે.
શરુ થનાર નવી તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. ૭૮૦૦, સુરતથી ૮૩૦૦, વડોદરાથી ૮૨૦૦ તથા રાજકોટથી ૮૮૦૦ નિયત કરવામાં આવ્યું છે. આ નવી બસ નુંઓનલાઇન બુકિંગ આજ તા: ૦૨/૦૨/૨૦૨૫ ના રોજ સાંજે ૫ કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.
પ્રયાગરાજમાં મહાકુંભનો આજે 21મો દિવસ છે. વહેલી સવારથી ભક્તોએ સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યાં છે. આજે 8 વાગ્યા સુધી 41.90 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. અત્યાર સુધીમાં 33.61 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે. આજે વસંત પંચમીના અવસર પર ત્રીજા અમૃત સ્નાન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યાં છે. મહત્વનું છે કે, મૌની અમાસના દિવસે મહાકુંભમાં થયેલી દુર્ઘટના બાદ તંત્ર એલર્ટ મોડમાં છે. તમામ સ્થળોએ બેરિકેટીંગ કરીને ભક્તોને આગળ વધારવામાં આવી રહ્યાં છે. ભક્તોની ભીડ એક સ્થળે ભેગી ન થાય તે માટેની તમામ સુવિધાઓ કરવામાં આવી છે. અવર-જવર માટેની અલગ અલગ વ્યવસ્થા કરીને પોલીસ અને પેરામિલિટ્રીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં સંગમઘાટ પર નિરીક્ષણ કર્યું હતું. પહેલાં હેલિકોપ્ટરથી અને બાદમાં સંગમઘટની મુલાકાત લઈને તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓને સુરક્ષા વ્યવસ્થા માટે નિર્દેશ કર્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે