INDvsSA: બોલર રબાડા બોલ્યો - અમે ભારતના સુપડા સાફ કરીશું

INDvsSA: બોલર રબાડા બોલ્યો - અમે ભારતના સુપડા સાફ કરીશું
રબાડા આફ્રિકાનો સૌથી ફાસ્ટ બોલર છે, પરંતુ ભારત સામેની શ્રેણીમાં તેને મોટી સફળતા મળી નથી  

 

 INDvsSA: બોલર રબાડા બોલ્યો - અમે ભારતના સુપડા સાફ કરીશું

જોહનિસબર્ગઃ ભારત વિરુદ્ધ શ્રેણીના આખરી ટેસ્ટ મેચના પાંચ દિવસ પહેલા દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસા રબાડાએ ત્યાં સુધી કહ્યું કે તેની ટીમ 3-0થી ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. દક્ષિણ આફ્રિકાએ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. રબાડાએ કહ્યું કે, અમને ખબર છે કે ફાસ્ટ પીચો પર કેમ રમવું છે અને અમારે  તેના આક્રમણનું સન્માન કરવું પડશે. તમે દરેક મેચમાં વિજય પ્રાપ્ત કરવા ઈચ્છો છો. અમે ભારતના સુપડા સાફ કરવા ઈચ્છશું. 

રબાડાએ કહ્યું કે ભારતીય ટીમ કેપ્ટન વિરાટ કોહલી પર વધુ નિર્ભર છે. તેમણે જણાવ્યું કે, કોહલી પર વધુ આધાર રાખે છે. પરંતુ આ આવું છે કે અમે પણ ઘણા ખેલાડીઓ પર વધુ વિશ્વાસ કરીએ છીએ. મારો કહેવાનો અર્થ એ નથી કે ભારત પાસે સારા ખેલાડીઓ નથી. તેની ટીમમાં સારા ખેલાડીઓ છે. પરંતુ સૌથી વધુ રન કોહલી બનાવે છે.  

રબાડાએ વધુમાં કહ્યું કે, કોહલી જેવા બેટસમેનોને બોલિંગ કરવાની વધુ મજા આવે છે. તેને આઈસીસીએ સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કર્યો છે. મજબુત સામે પડકાર ફેંકવો સારો લાગે છે. 

રબાડાએ કહ્યું કે, ભારતના ફાસ્ટ બોલરોએ પડકાર આપ્યો છે. ફાસ્ટ બોલરો વાન્ડર્સમાં બોલિંગ કરવાને લઈને ઉત્સાહિત છે. કારણ કે ત્યાં સ્વીંગ, ઉછાળ અને ગતી બધુ મળે છે. ભારતીય ટીમ પાસે પણ સારા બોલર છે. બુમરાહ સારો બોલર છે તો શમી અનુભવી બોલર છે. 

પિચને લઈને રબાડાએ કહ્યું, મેં પિચ હજુ જોઈ નથી. અમે ક્રિકેટ વિશે વધુ વિચારતા નથી. સોમવારથી અમે પ્રેક્ટિસ કરીશું. પછી અમે પિચ જોઈશું. ત્યાંની સ્થિતિ વિશે અમે માહિતગાર છીએ. તેણે કહ્યું કે, ગત શ્રેણીમાં ભારતીય ટીમે અહીં સારૂ પ્રદર્શન કર્યું હતું. કોહલીએ સદી ફટકારી હતી. આ એવી પિચ છે જ્યાં તમે સમય વિતાવશો તો સારી બેટિંગ કરશો. જો તમે સારી બોલિંગ કરશો તો વિકેટ મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news