Zee News Exclusive: દેશ હોય કે બજેટ વિકાસ એક માત્ર એજન્ડા: PM મોદી
ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ ખાસ કહ્યું કે બજેટમાં તેમની સરકારનો એક જ એજન્ડા છે, માત્ર વિકાસ. અહીં ઈન્ટરવ્યૂના ખાસ અંશો રજુ કરવામાં આવ્યાં છે.ઈન્ટરવ્યૂ આજે રાતે 8 વાગે Zee News પર જુઓ.
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2018નો પહેલો ઈન્ટરવ્યૂ Zee Newsને આપ્યો. ઝી ન્યૂઝના એડિટર સુધીર ચૌધરીએ વડાપ્રધાન સાથે ખાસ વાતચીત કરી. અહીં ઈન્ટરવ્યૂના ખાસ અંશો રજુ કરવામાં આવ્યાં છે. પીએમ મોદીનો ઈન્ટરવ્યૂ આજે રાત્રે 8 વાગે એક્સક્લુઝિવ રીતે ઝી ન્યૂઝ પર જોવા મળશે. વડાપ્રધાન મોદીએ વિદેશ નીતિ સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. પીએમ મોદીએ જીએસટી, નોટબંધી, બેરોજગારી, વન નેશન, વન ઇલેક્શન જેવા મુદ્દાઓ પર ખુલીને પોતાનો અભ્રિપાય રજુ કર્યો. એક ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટને લઈને પીએમ મોદીએ કહ્યું કે 'બજેટને લઈને તેમનો એક જ એજન્ડા છે- વિકાસ, વિકાસ અને માત્ર વિકાસ.'
સવાલ : શું વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થવી જોઇએ ?
વડાપ્રધાન મોદી : આ સવાલ ઉઠાવવા માટે ZEE NEWSનો આભાર વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશમાં હંમેશા ચૂંટણીનું વાતાવરણ રહે છે. ચુંટણી આવવાથી ફેડરલ સ્ટ્રક્ચરને નુકસાન થાય છે. રાજનીતિક દળોની વચ્ચે તૂ તૂ મે મે થયા કરે છે. વર્ષમાં એક જ વાર ઉત્સવની જેમ ચૂંટણી પણ એક નિશ્ચિત સમયે થવી જોઇએ કારણ કે તેમાં સુરક્ષા દળોનાં જવાનો ચૂંટણીમાં જ લાગ્યા રહે છે. રાજ્યનાં તમામ મોટા અધિકારીઓને ઓબ્જર્વર સ્વરૂપે બીજા રાજ્યોમાં મોકલવામાં આવે છે. પોલિંગ બુથ પર મોટા પ્રમાણમાં નાણાનો વ્યય થાય છે. સરકારનાં ઘણા કર્મચારીઓ ચૂંટણીમાં જ વ્યસ્ત રહે છે. હવે દેશનો મતદાર સમજદાર છે. તે લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચેનો ભેદ સમજે છે. આ બંન્ને ચૂંટણીને સાથે સાથે યોજવામાં આવવી જોઇએ. તેનાં એક મહિના બાદ સ્થાનીક ચૂંટણી થવી જોઇએ. સૌ સાથે મળીને આવું વિચારશે તો આ બાબત શક્ય છે. એકવાર ચર્ચા ચાલુ થાય તો આગળ ઘણા રસ્તાઓ પણ નિકળશે
સવાલ : તમે કયા લક્ષ્યાંક સાથે દાવોસ જઇ રહ્યા છો ?
વડાપ્રધાન મોદી : વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિશ્વ સારી રીતે જાણે છે કે દાવોસ એક પ્રકારે વિશ્વનાં અર્થ જગતની સૌથી મોટી પંચાયત બની ચુકી છે. અર્થ જગત સાથે જોડાયેલા તમામ લોકો ત્યાં એકત્ર થાય છે. ભાવી આર્થિક સ્થિતી શું રહેશે તેનાં પર ફોકસ રહેશે. કોમ્બિનેશનલ એવું છે કે સ્વયં અર્થ જગતનાં લોકો હોય છે. ભાવી આર્થિક સ્થિતી શું રહેશે તેનાં પર ફોકસ રહે છે. કોમ્બિનેશન એવું હોય છે કે સ્વયં અર્થ જગતનાં લોકો હોય છે. પોલિસી મેકર્સ હોય છે, તમામ વિષયોનું એક પ્રકારે જ્યારથી હું વડાપ્રધાન બન્યો છું ત્યારથી મન હતું, જો કે જઇ શકતો નહોતો. આ વખતે એસિયના મીટિંગ થઇ રહી છે. 10 મુખ્ય દેશોની મીટિંગ અહીં થઇ રહી છે, પરંતુ પહેલાથી ભારત આકર્ષણનું કેન્દ્ર છે, અર્થ જગતનું ધ્યાન આપણા પર છે. એક તો ભારતની જીડીપી ઝડપથી વધી રહી છે, બીજુ ડેમોક્રેટિટ વેલ્યુઝ ઇટ્સ યૂનિક કોમ્પિનેશનન તો ભારત માટે તક છે. ભારત એક મોટુ માર્કેટ તો છે જ એક મોટુ ડેમોક્રેટિક ડિવિડન્ટ વાળો દેશ છે. જ્યારે વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર છે તો સ્વાભાવિક છે કે વિશ્વ તેનો સીધો સંપર્ક કરવા માંગે છે. એક ખુબ જ મોટા ડેમોક્રેટિક ડિવિડેન્ડ વાળો દેશ છે.દેશવાસીઓ જે પ્રોગ્રેસ કરી રહ્યા છે, તેમનો ઉત્સાહ છે, સિદ્ધિઓ છે, તેને વર્લ્ડની સામે રાખવાનો મને ગર્વ થશે.
સવાલ : ભારતમાં FDI 36 બિલિયનનથી 60 બિલિયન થઇ ચુક્યું છે. 2014થી 2018 દરમિયાન ભારતનાં સ્ટેટસમાં શું ફરક આવ્યો ?
વડાપ્રધાન મોદી : 2014 બાદ વિશ્વ ડાયરેક્ટ કનેક્ટ થઇ રહ્યું છે. ભારતથી સૌથી મોટી વાત છે કે 30 વર્ષ બાદ પુર્ણ બહુમતીવાળી સરકાર આવી છે. આ વિશ્વમાં ઘણુ મહત્વનું છે. આ પહેલા દિવસથી જ તેની અસર જોવા મળી રહી છે. જ્યારથી અમારી સરકાર આવી ભારતમાં દરેક ઘરમાં સારૂ કરી રહી છે. એટલા માડે વિશ્વ સ્વિકારી રહ્યું છે. ગુડ ગવર્નન્સ, ટ્રાન્સપરન્સી વગેરે જ્યારે વર્લ્ડ જુએ છે કે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં 142થી 100 રેન્ક પર આવવું તે એક મોટી વાત છે. મોદીનાં શબ્દોમાં શક્તિ છે. તમારી પાસે જે બહુમતી છે તેનાં પર આ ભરોસો છે. વિશ્વનાં સૌથી મોટી લોકશાહીનું મેન્ડેટ સૌથી મહત્વપુર્ણ છે, મોદી નહી. મારૂ કામ છે 125 કરોડ ઇન્ડિયન્સનો અવાજ માનવાનું.
સવાલ : અગાઉ નેતાઓ માત્ર ફોટો સેશન માટે જતા હતા, પરંતુ તમારી સ્ટાઇલ અલગ છે, તમે દોસ્તી કરી લો છો, હાલમાં જ નેતન્યાહુંની મુલાકાત અને તમારી મિત્રતાની ચર્ચા થઇ રહી છે જે યૂનિક સ્ટાઇલ ઓફ ડિપ્લોમસી છે, તમે કઇ રીતે કનેક્ટ કરો છો ?
વડાપ્રધાન મોદી : ક્યારેક ક્યારેક કેટલીક નબળાઇ શક્તિમાં પરિવર્તિત થાય છે. મારૂ મુળ સ્વભાવ રહ્યો છે કે એડવરસિટીને ઓપર્ચ્યુનિટીમાં કનવર્ટ કરવી. જ્યારે હું વડાપ્રધાન બન્યો તો લોકો કહેતા હતા કે તેને તો દુનિયાનું જ્ઞાન પણ નથી. એક રીતે આ સાચુ જ હતું મારી પાસે કોઇ જ અનુભવ નહોતો. પરંતુ તે એડવાન્ટેજ હતું. મારી પાસે કોઇ બેગેજ નહોતું. હું કહેતો હતો કે ભાઇ અમે સામાન્ય માણસની જેમ જ જીવીશું. હવે આ સ્ટાઇલ વિશ્વને પસંદ આવી ગઇ છે. પ્રયાસ કરતો રહું છું કે દેશનું નુકસાન ન થઇ જાય.
સવાલ: જીએસટી અને નોટબંધી કેટલા સફળ રહ્યાં? જે ટારગેટ તમે રાખ્યો હતો તે કેટલો પૂરો થયો?
વડાપ્રધાન મોદી: જો આ બંને કામોને જ મારી સરકારના કામ ગણશો તો તે અમારી સાથે અન્યાય છે. અમારા ચાર વર્ષના કામોને જુઓ. આ દેશમાં બેન્કોના રાષ્ટ્રીયકરણ બાદ પણ 30-40 ટકા લોકો બેન્કિંગ સિસ્ટમની બહાર છે. અમે તેમને પાછા લાવ્યાં છીએ. શું તે ઉપલબ્ધિ નથી? છોકરીઓની શાળાઓમાં શૌચાલય, શું તે ઓછું છે? 3.30 કરોડ લોકોના ઘરોમાં ગેસચૂલ્હો પહોંચાડવો, શું તે કામ નથી? 90 પૈસામાં ગરીબને વીમો, શું તે કામ નથી? જ્યાં સુધી જીએસટીનો સવાલ છે તો જ્યારે અટલજીની સરકાર હતી ત્યારે તેની ચર્ચા શરૂ થઈ હતી.યુપીએ સરકારના સમયે આ મામલે રાજ્યોની વાત સાંભળવામાં આવતી નહતી. ભલે ગમે તે કારણ હોય, હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો બોલતો હતો પરંતુ વાત સાંભળવામાં આવતી નહતી. એક દેશ, એક ટેક્સની દિશામાં તો અમે બહુ મોટી સફળતા મેળવી. કોઈ વ્યવસ્થા બદલાય છે તો થોડું એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. જ્યારે લાંબા ગાળા માટે જોવામાં આવશે તો તેને ખુબ સફળ ગણવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે